રાજકોટ માં લમ્પી સ્કીન ડીસીઝ અંગે અરૂણ મહેશ બાબુનું જાહેરનામું પ્રસિદ્ધ

રાજકોટ માં લમ્પી સ્કીન ડીસીઝ અંગે અરૂણ મહેશ બાબુનું જાહેરનામું પ્રસિદ્ધ.
રાજકોટ શહેર જીલ્લામાં પશુઓમાં “લમ્પી સ્કીન ડીસીઝ” જોવા મળેલ છે. આ રોગ એક પશુના બીજા પશુ સાથેના સંપર્ક દ્વારા કે પશુઓના શરીર પર ચોંટેલી ઈતરડી, માખી, મચ્છર વગેરેથી ફેલાતો હોય છે. આ રોગના સંક્રમણને અટકાવવા માટે કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ. શ્રી અરૂણ મહેશ બાબુ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત અન્ય રાજ્યો/જીલ્લા/તાલુકાઓમાંથી એક ગામમાં થી બીજા ગામમાં પશુઓની હેરફેર કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પશુઓના વેપાર, પશુમેળા, પશુ પ્રદર્શન, પશુઓ સાથેની રમતો અને પશુઓને એકઠા કરવાના થતા હોય તેવા આયોજનો ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે. કોઈ રસ્તામાં કે જાહેર જગ્યાએ ચેપી રોગવાળા જાનવરો તથા રોગવાળા મરેલા જાનવરોના મૃતદેહ અથવા તેના કોઈ ભાગને ખુલ્લા/છુટા છોડી દેવાની અથવા તેમને લાવવા લઇ જવા નહીં. લમ્પી સ્કીન રોગથી સંક્રમિત જાનવરો જે જગ્યાએ હોય તે જગ્યાનો ભોગવટો કરનારે અથવા રહેવાસીઓએ તે જગ્યાને સ્વચ્છ રાખવા તથા તેમાંથી રોગ બીજનો નાશ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત જે પશુ લમ્પી સ્કીન રોગ થયો છે તેમ જણાતું હોય તેવા જાનવરોને એકમેકથી છુટા રાખવા તે મુજબની વ્યવસ્થા કરવા જણાવાયું છે. આ જાહેરનામું રાજકોટ ગ્રામ્ય જીલ્લાના સમગ્ર વિસ્તારમાં ૨૧ ઓગસ્ટ સુધી લાગુ રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર દંડ તેમજ શિક્ષાને પાત્ર થશે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756