દિવાસા ગામે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાયો

🇮🇳દિવાસા ગામે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાયો🇮🇳
આજ રોજ તા.૦૧.૦૮.૨૦૨૨,સોમવારના રોજ દિવાસા ગામે આઝાદીના અમૃત મહોત્સવનું ડૉ.આર.ડી.હાઈસ્કુલ તથા ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરુઆત આર્મીના જવાનો અને બહેનોએ દિપ પ્રાગટ્ય દ્વારા કરી હતી.
હાઈસ્કુલની વિદ્યાર્થી બહેનો દ્વારા સ્વાગત ગીત કરવામાં આવ્યું હતું.તેમજ આચાર્યશ્રી તથા વિદ્યાર્થી ભાઈઓ,બહેનો દ્વારા કુંમકુંમ તિલક, પુષ્પવર્ષા અને ફુલહાર દ્વારા સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
ગામના નિવૃત જવાનોએ પોતાની દેશ રક્ષા કાજે નિભાવેલ ફરજના અનુભવો લોકોને કહ્યા હતા.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અમારા દેશપ્રેમ અને જીવન ઘડતરના પાઠ અમે આ હાઈસ્કુલમાંથી શીખીને આગળ વધ્યા હતા. આ તકે વધુમાં જણાવ્યું હતુ કે તેઓની પ્રગતિનું સમગ્ર શ્રેય શાળાના શિક્ષકોના ફાળે જાય છે.તેમણે બાળકોને રાષ્ટ્રપ્રેમ અંગેની વાતો કરી હતી અને વ્યસનોથી દુર રહેવા બાળકોને પ્રેરણા આપી હતી.સાથે સાથે સેનામાં કઈ રીતે જોડાવું અને કેવી તૈયારી કરવી વગેરે બાબતોથી માહિતગાર કર્યા હતા.બાળકોને ઘણું નોલેજ આર્મીના જવાનો પાસેથી મળ્યું હતું.દરેક બાળકમાં આ ઉત્સવ ઉજવણીનો હર્ષ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો.
🇮🇳🇮🇳 જય હિન્દ 🇮🇳🇮🇳
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756