સાવરકુંડલાના હાથસણી ગામ પાસે આવેલ શેલ દેદુમલ જળાશય ૬૦ ટકાથી વધુ ભરાયો

વર્ષાઋતુને પગલે સાવરકુંડલાના હાથસણી ગામ પાસે આવેલ શેલ દેદુમલ જળાશય ૬૦ ટકાથી વધુ ભરાયો
સાવરકુંડલા અને ધારી તાલુકાના ૧૦ ગામોને સતર્ક રહેવા સૂચના
જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં અવર જવર ના કરવા વાયરલેસ ઓપરેટર, અમરેલી ફ્લડ સેલ દ્વારા સૂચના જારી
અમરેલી તા.૦૭ ઓગસ્ટ, ૨૦૨૨ (રવિવાર) સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામ પાસે દેદુમલ નદી પર શેલ દેદુમલ સિંચાઈ યોજનામાં પાણીની આવક થતા તા. ૦૭/૦૮/૨૦૨૨ રવિવાર ૨૦.૦૦ વાગ્યાની સ્થિતિએ જળાશના ડિઝાઇન સ્ટોરેજ મુજબ જળાશયના પાણીની ટકાવારી હાલ ૬૦.૪૦ ટકા છે. જળાશયની નિર્ધારિત સપાટી/રુલ લેવલ (૧૭૭.૬૦) જાળવવા માટે વરસાદના લીધે જળાશયમાં પાણીની સતત આવક થતાં હવે ગમે ત્યારે જળાશયના દરવાજા ખોલવામાં આવે તેમ છે. આ સ્થિતિમાં વાયરલેસ ઓપરેટર, અમરેલી ફ્લડ સેલ દ્વારા સાવરકુંડલા તાલુકાના હાથસણી, નેસડી, કરજાળા, સીમરણ ઉપરાંત ધારી તાલુકાના શેલ ખંભાળીયા, દીટલા, નાના સમઢીયાળા, ઈન્ગોરાળા (ડુંગરી), કમી, કેરાળા ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
આ જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં વસતા હોય તેવા તમામને સાવચેત રહેવા અને એ વિસ્તાર કે આજુબાજુમાં અવર – જવર ન કરવા માટે અનુરોધ કરવામા આવ્યો છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756