કતપુર ટોલટેક્સ પર અસ્થિર મગજના પુરુષ એ ધમાચકડી મચાવતા અફડા તફડી નો માહોલ સર્જાયો

કતપુર ટોલટેક્સ પર અસ્થિર મગજના પુરુષ એ ધમાચકડી મચાવતા અફડા તફડી નો માહોલ સર્જાયો
Spread the love

પ્રાંતિજના કતપુર ટોલટેક્સ પર અસ્થિર મગજના પુરુષ એ ધમાચકડી મચાવતા અફડા તફડી નો માહોલ સર્જાયો હતો.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર ટોલનાકા પર શનિવાર ના સાંજના સમયે ડુંગરપુર થી મા દીકરો પિતા અને મામા પરિવાર સાથે પોતાની કારમાં દીકરો પિતાનું મગજ અસ્થિર થઈ જતા અમદાવાદ દવાખાને સારવાર અર્થે જઈ રહ્યા હતા એ અરસામાં ટોલનાકા પર આધેડે બહુ ધમાલ મચાવતા લોકોમાં અફરા તફરી થવા પામી હતી. મળતી માહિતી મુજબ દીકરાના પિતા શિક્ષક છે તેના મામા ક્લાસ ટુ અધિકારી હતા ત્યારે પરિવાર એ ટોલ ટેક્સ પર કાર ઉભી રાખતા અસ્થિર મગજ ના આધેડ એકાએક કારમાંથી ઉતરી પરિવાર સાથે માર જુડ કરવા લાગ્યો હતો અને જાતે નીવસ્ત્ર થઈ રોડ પર સુઈ ગયો હતો આ જોઈ અવરજવર કરતા વાહન ચાલકો તેમજ લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તો અસ્થિર મગજ નો આધેડ બેકાબુ બનતા પ્રાંતિજ પોલીસ ને તેમજ 108 ને જાણ કરાઈ હતી ત્યારે છેવટે પ્રાંતિજ પોલીસ તેમજ સ્થાનિક લોકો દ્વારા ભારે જહેમત બાદ રસ્સી વડે હાથ પગ બાંધી સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો

રિપોર્ટ : અશોકસિંહ રાઠોડ
લોકાર્પણ પ્રાંતિજ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!