માંગરોળ માં પેપર બેગનું વિતરણ કરવામાં આવ્યું

માંગરોળ માં પેપર બેગનું વિતરણ કરવામાં આવ્યું
Spread the love

માંગરોળ માં પેપર બેગનું વિતરણ કરવામાં આવ્યું

માંગરોળ માં વિવિધ સંગઠનો દ્વારા પર્યાવરણ ને બચાવવા માટે અનોખી પહેલ કરવામાં આવી

પર્યાવરણીય સંરક્ષણ એ માત્ર સરકારનું કામ નથી, આ માટે વ્યક્તિ તરીકે આપણું પોતાનું યોગદાન પણ ખૂબ મહત્વનું છે

જૂનાગઢ જિલ્લાના માંગરોળ માં પર્યાવરણ ની રક્ષા હેતુ પ્લાસ્ટિક જબલા ની અવેજી માં પેપર બેગ મતલબ છાપા માંથી બનાવેલી બેગ નું માંગરોળ ની બજારો માં વ્યાપારીઓ ને નિઃશુલ્ક વિતરણ કરવા માં આવ્યું

પર્યાવરણને અનુકૂળ પગલાની ખાતરી કરવા આ પ્રતિબદ્ધતાને આગળ ધપાવતા, માંગરોળ ના વિવિધ સંગઠનો દ્વારા સલામત અને સ્વચ્છ વાતાવરણની બાંયધરી આપવા અને આપણી ધરતી માતા ની સુંદરતા તેમજ પર્યાવરણીય સંરક્ષણની પ્રતિબદ્ધતા માટે કટિબદ્ધ છે.

પ્રવર્તમાન સમયમાં વધતા જતા પર્યાવરણ પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ જોતાં પર્યાવરણ બચાવો, ૫ર્યાવરણ આ૫ણને બચાવશે એ ઉકતિ આજના આઘુનિકયુગમાં માનવે સ્વીકારવી ૫ડશે.

આ બેગ બનાવવા માં ખાસ કરીને વંદેમાતરમ ગ્રુપ ના બાલ સંસ્કાર કેન્દ્ર ના બાળકો,બંદર પર ની મહિલા મંડળ ની બહેનો,બસ સ્ટેશન પાસે ની નાળા વાળી વસ્તી ના બાળકો એ ખુબજ જહેમત ઉઠાવેલી હતી

અંદાજીત પચાસ હજાર જેટલી પેપર બેગ નું શહેર ના વ્યાપારીઓ નિઃશુલ્ક વિતરણ કરવા માં આવેલું સાથે વ્યાપારીઓ ને કાળા પ્લાસ્ટિક જબલા નો ઉપયોગ ન કરવા પણ આતકે વિનંતીઓ પણ કરવા માં આવેલી હતી

બને ત્યાં સુધી પ્લાસ્ટિકને બદલે કાગળની બેગનો વપરાશ કરવો.

આ કાર્યક્રમ ની શરૂઆત સૃજતન સદભાવ વિદ્યાલય થી કરવા માં આવેલી જેમાં આ શૈક્ષણિક સંસ્થા ના વિદ્યાર્થીઓ સંચાલક રાજેશ્વરી બહેન અને આ અભિયાન ના પ્રણેતા પારુલ બહેન જાદવ,કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ના આચાર્ય હંસા બહેન ભલીયા,રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના કેતન ભાઈ નરશાણા, ગૌ રક્ષા સેના ના જીકે રબારી વંદેમતરમ ગ્રુપ ના સુદીપ ભાઈ ગઢિયા,પૂર્વ કોર્પોરેટર અરુણા બેન જગડા મનસુખ ભાઈ વૈષ્ણવ, સંજીવની નેચર ફાઉન્ડેશન ના નરેશબાપુ તેમજ નિલેશભાઈ રાજપરા,પત્રકાર વૈશાલી બહેન અલ્પેશભાઈ, અનિષભાઈ ગૌદાણા જોડાયેલા

પર્યાવરણ શબ્દ ‘પરી’ અને ‘આવરણ’ એ બે શબ્દોથી બનેલો છે. પરી એટલે ચારે તરફ અને આવરણ એટલે સ્તર, એટલે કે, આપણી આજુબાજુ જે પણ દેખાય છે અથવા તો અદ્રશ્ય છે તે ૫ર્યાવરણ છે. બીજા શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે છોડ, પ્રાણીઓ, હવા, પાણી, પ્રકાશ, માટી વગેરે જે આપણી આસપાસ છે, જેમાં તમામ જીવંત જીવો રહે છે, તેને પર્યાવરણ કહેવાય છે. તેની રક્ષા કરવી જતન કરવું એ આપણી પરમ પવિત્ર ફરજ છે

ભારત જેવા વિકાસશીલ દેશમાં એક સામાન્ય નાગરિક તરીકે આપણે શું કરી શકીએ? પર્યાવરણના સંરક્ષણમાં આપણે કેવી રીતે સહભાગી થઇ શકીએ, તેના માટે ભારતના પ્રધાનમંત્રી દ્વારા ચલાવવામાં આવતું સૌથી મોટું અભિયાન એટલે કે “સ્વચ્છતા અભિયાન”. જે પર્યાવરણના સંરક્ષણ માટે ખૂબ જ જરૂરી છે. પર્યાવરણના સંરક્ષણમાં વ્યક્તિગત રીતે જોવા જઇએ તો મારો ફાળો કેટલો ? હું બીજું કંઇ ના કરી શકું, પરંતુ ત્રણ વાતો તો ચોક્કસથી કરીશ.

ચાલો આપણે આજથીજ સઁકલ્પ કરીયે શક્ય હોય તેટલો ઇકોફ્રેન્ડલી બનવાનો પ્રયત્ન કરીશ : ખુલ્લો કચરો બાળી ને હવા પ્રદૂષણ કરવાને બદલે તેનું જૈવિક ખાતર બનાવી જમીનની ફળદ્રુપતા વધારવા નો પ્રયત્ન કરીશ. શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકની બેગ ના બદલે કાગળની બેગનો વપરાશ કરીશ.

ખાસ કરીને પરુંલબહેન જાદવ તેમજ તેમની ટિમ દ્વારા માંગરોળ માં ઘણા સમયથી લોકઉપયોગી સમાજને રાહ ચીંધતા અનેક નિસ્વાર્થ કાર્યો કરવામાં આવી રહયા છે અને શહેરના વિવિધ સંગઠનો તેમજ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા પણ તેમને ખુબજ સ્પોર્ટ હાલ મળી રહ્યો છે અને આ સત્કાર્યો ની લોકોમાં પણ ખુબજ પ્રસંશા ઓ કરવામાં આવી રહી છે

આ કાર્યમાં મેહુલ ભાઈ વૈષ્ણવ,વિમલભાઈ સોલંકી,અભય ભાઈ ગરેજા,પીયૂસભાઈ ભસ્તાના સહિતના અનેક કાર્યકર ભાઈઓ તથા બહેનો નિસ્વાર્થ ભાવે જોડાયા હતા

 

રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!