વિશ્વ આદિવાસી દિવસના આયોજન સાથે ભવ્ય ત્રિરંગા યાત્રાનું કરવામાં આવ્યું.

વિશ્વ આદિવાસી દિવસના આયોજન સાથે ભવ્ય ત્રિરંગા યાત્રાનું કરવામાં આવ્યું.
Spread the love

ખેરગામ કોલેજના ઇતિહાસમાં પહેલીવાર વિશ્વ આદિવાસી દિવસના આયોજન સાથે ભવ્ય ત્રિરંગા યાત્રાનું કરવામાં આવ્યું.

ખેરગામ,

સરસિયા ખાતે આવેલી ખેરગામ કોલેજમાં પ્રોફેસર ડો.સંજયભાઈ એમ.પટેલના યજમાનપદે પ્રથમવાર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રમુખશ્રી,સમસ્ત આદિવાસી સમાજ,નવસારી જિલ્લા ડો. નિરવ ભુલાભાઈ પટેલ અને ડો. દિવ્યાંગી નિરવ પટેલ અને એમની ટીમના સભ્યો વાડ રૂઢિગ્રામ ઉપાધ્યક્ષ મિન્ટેશ પટેલ,કાર્તિક, મયુર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો.ખુમરાજ મહેતાએ સરળ અને મનોરંજક આદિવાસી ભાષામાં કરી હાસ્યની ઝોળો ઉછાળી હતી.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ડો.નિરવ ભુલાભાઇ પટેલે પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું કે વર્ષોથી આદિવાસી સમાજ કચડાયેલો,વંચિત,અશિક્ષિત રહેવાને વિસ્થાપન,વ્યસન,કુરિવાજો,અંધશ્રદ્ધા જેવા અનેક પડકારોનો સામનો કરી રહેલ છે.
પ્રકૃતિપૂજક અને માતૃપ્રધાન રહેલા આદિવાસી સમાજને સદીઓ જૂની સુંદર પરંપરા રીતરિવાજો જાળવી રાખી મુખ્યધારામાં લાવવો એ જવાબદારી અમારા જેવા ભણેલાગણેલા યુવાઓની છે.કારણકે એક મજબૂત સમાજ જ મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે.પોતાના વક્તવ્યમાં ડો. નિરવ પટેલે આદિવાસી સમાજના દેવ-દેવીઓ,ભવ્ય ઇતિહાસ,અદ્વિતીય સાંસ્કૃતિક વારસા અને દરેકને પોતાના આદિવાસી હોવા પર કેમ ગર્વ હોવો જોઈએ તેમજ આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવેલ લોકપયોગી કાર્યોની સૂચિ સહિત વિવિધ બાબતોમાં કોલેજના વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતાં.કાર્યક્રમના અંતે હર ઘર ત્રિરંગા કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા અંકુરભાઈ શુક્લ દ્વારા ત્રિરંગાનું વિતરણ કરવામાં આવ્યું અને દેશની આન-બાન-શાન એવા રાષ્ટ્રધ્વજની જોશભેર ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો,પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ જોડાયા હતાં અને વાતાવરણ દેશભક્તિમય બનાવ્યું હતું.

રીપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!