કામ વગર ગ્રામપંચાયતમાં આવવું નહિ માજી સરપંચ ઉપર પ્રતિબંધ

કામ વગર ગ્રામપંચાયતમાં આવવું નહિ માજી સરપંચ ઉપર પ્રતિબંધ
Spread the love

કામ વગર ગ્રામપંચાયતમાં આવવું નહિ માજી સરપંચ રાકેશ પટેલ ઉપર પ્રતિબંધ.

ખેરગામ ,

નાધઈ ગ્રામપંચાયતમાં કામ વગર અવર જવર કરતા માજી સરપંચ વિરુદ્ધ બ્લેક બોર્ડ ઉપર જાહેર નોટિસ લખી ગ્રામપંચાયતનું ફરમાન

ખેરગામ,ખેરગામ તાલુકાની નાધઈ ગ્રામપંચાયતના માજી સરપંચ રાકેશ પટેલને ગ્રામ પંચાયતમાં કામ વગર નહી આવવા માટે ગ્રામ પંચાયતે બ્લેક બોર્ડ ઉપર સૂચના મારતા ગામમાં તેમજ તાલુકા પથંકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

ખેરગામ તાલુકાની નાધઈ ગ્રામ પંચાયત વિવાદમાં આવી છે.હાલમાં નાધઇ ગામના માજી સરપંચ રાકેશ જગુ પટેલના કારણે વિવાદનો વંટોળ ઉઠ્યો છે.ગ્રામ પંચાયતના પરિસરમાં કે ઓફિસમાં કામવગર અવર જવર મુદ્દે ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.જેના કારણે ગ્રામ પંચાયતે મજબુરી વન્સ બ્લેક બોર્ડ ઉપર જાહેર સુચના મારવાની ફરજ પડી હતી.કે આથી માજી સરપંચ રાકેશભાઈ જગુભાઈ પટેલને જાહેર નોટીશ આપવામાં આવે છે કે હવે હછી ગ્રામ પંચાયતના પરિસર માં કે ઓફિસમાં કામ વગર આવું કે રોકવું નહિ ગામ લોકોની વારંવાર ફરિયાદ આવેલ છે.અને તલાટી કમ મંત્રીને મોખિક જણાવેલ પણ છે.છતાં સુધારો થયેલ નથી આથી કાયદેસર પગલાં લેવામાં આવશે હોવાની નોટિસ માજી સરપંચ રાકેશ પટેલના નામથી ગ્રામ પંચાયતના બ્લેક બોર્ડ ઉપર લખવામાં આવતા ગામ તેમજ તાલુકા પથંકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

આ બાબતે નાધઈ ગામના માજી સરપંચ રાકેશભાઈ જગુભાઈ પટેલે જણાવ્યું હતું કે ગ્રામપંચાયત સરકારી ઓફિસ કેહવાય કોઈ પણ કામ લઈને આવે તો ગામના થતા અન્ય આવતા પોતના કામો માટે લોકો આવે તો અટકાવવાનો કોઈનો હક રેહતો નથી.કારણે આ સરકારી ઓફિસ કેહવાય

આ બાબતે નાધઈ ગ્રામપંચાયતના મહિલા સરપંચ મુન્નબેન પટેલે જણાવ્યું હતું કે.ગ્રામજનો નું કેહવાનું એમ હતું કે માજી સરપંચ રાકેશ પટેલ ગ્રામ પંચાયત પરિસરમાં કેમ બેસી રહે છે.જે કામ લઈને આવેલા હોય તે કામ પૂરી કરીને નીકળી જવું જોઈએ ગ્રામજનોની વારંવાર ફરિયાદ થતા બ્લેક બોર્ડ ઉપર નોટીશ મારવાની ફરજ પડી હતી.

રીપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!