મોડાસામાં તાજીયા જુલુસમાં દેશભક્તિ ત્રિરંગા લહેરાવ્યા

અરવલ્લી : મોડાસામાં તાજીયા જુલુસમાં દેશભક્તિ ત્રિરંગા લહેરાવ્યા, લોકો ઉમટ્યા,મહોરમની ભાવપૂર્વક ઉજવણી કરી
મોડાસા શહેરમાં તાજીયાનું મોડાસા નગરમાં કસ્બા સમાજના બિરાદરો દ્વારા જુલુસ નીકાળી શહેરના માર્ગો પર ફેરવવામાં આવ્યું હતું તાજીયા જુલુસમાં ત્રિરંગા લહેરાવતા આગવું આકર્ષણ જોવા મળ્યું હતું
તાજીયા જુલૂસમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, નગર પાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર, કોર્પોરેટરો અને રથયાત્રા સમિતિ દ્વારા ઘોરીઓના ચોકમાં તાજીયા કમિટીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવતા કોમી એખલાસના દ્રશ્યો સર્જાયા હતા જીલ્લા પોલીસતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો મોહરમ પર્વમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શહેર પોલીસતંત્રએ ખડેપગે ફરજ બજાવી હતી જુલૂસમાં કોંગ્રેસના કોર્પોરેટરો અને AIMIM ના કોર્પોરેટર જોડાયા હતા
મોહરમના દસ દિવસ એટલે યૌમે આશુરાના દિવસ હજરત મોહંમદ પયગંબર સાહેબના નવાસા હજરત હુસેન સાહેબ સચ્ચાઈ અને ન્યાય સામેની લડાઈમાં શહીદ થયા હતા જેને મુસ્લિમ સમાજ દ્વારા દસ દિવસ સુધી માતમ મનાવવા સાથે રોજ મરાશિયા ગાવામાં આવે છે દસમા દિવસે રોજ રાખી ઈબાદત કરવામાં આવેછે મોહરમના દસમા દિવસે મોડાસા નગરમાં પરંપરાગત રીતે તાજીયા જુલુસ નીકાળવામાં આવ્યું હતું કસ્બા જમાત દ્વારા કાઢવામાં આવતા તાજીયા જુલૂસમાં “યા હુસેન” ના ગગનભેદી નારા સાથે મોટી સંખ્યામાં મોડાસા શહેર સહીત જીલ્લાના મુસ્લિમ બિરાદરો જોડાયા હતા તાજીયા જુલૂસમાં અખાડા ના કરતબ નિહાળી લોકો અભિભૂત બન્યા હતા.
રિપોર્ટ:-અર્પણ રાઠોડ (અરવલ્લી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756