લાખણી:મડાલ ગામે દુધમંડળી નાં ગ્રાહકો નો હોબાળો

લાખણી નાં મડાલ ગામે ગામે દુધ મંડળીમાં ગ્રાહકો નો હોબાળો
લાખણી તાલુકાના મડાલ ગામે આવેલ દુધ મંડળી દ્વારા આજે સાધારણ સભા ની જાહેરાત કરવામાં આવી હતી. મડાલ દુધ ઉત્સાહ સહકારી મંડળી ડેરી ના મંત્રી અને ચેરમેન દ્વારા જણાવવામાં આવતા આજ દુધ મંડળીના ગ્રાહકો ડેરી એ હાજર રહ્યા હતા પરંતુ મંત્રી કે ચેરમેન કોઇ નાં આવતા ગ્રાહકો રોષે ભરાયાં હતાં. મડાલ ગામ લોકો ની માંગ છે કે ડેરી ની અંદર વાષિક નફો કેટલો છે ખચૅ કેટલો કરવામાં આવ્યો છે ડેરી ની અંદર ભંડોળ કેટલું છે જેને લઈને મડાલ ગામના 200 જેટલા ગ્રાહકો ભેગા થઈ આવ્યા હતા જ્યારે ડેરી ના વહીવટ કરતા લોકો ને ગ્રાહકો ને હિસાબ ના આપવો પડે તે માટે ડેરી થી અલગ સ્થળ ઉપર સાધારણ સભા યોજવામાં આવી હતી. મડાલ ડેરી ના 200 કે તેથી વધુ ગ્રાહકો બપોરે ભુખ્યા રહી ને સભા ની રાહ જોઈ રહ્યા હતા .જે બાબતે સરપંચ દ્વારા વિસ્તરણ અધિકારી ને જણાવ્યું કે ડેરી ના ગ્રાહકો સાધારણ સભા ભરવા આવ્યાં છે તો તમે અહી આવો પરંતુ હજી સુધી કોઇ પણ અધિકારી સરપંચ ની રજુઆત કરવામાં આવી છતાં કોઇ આવ્યું નહોતું.મડાલ ગામ નાં સરપંચ દ્વારા જણાવાયું હતું કે ડેરી ની સ્થાપના પછી એક પણ સાધારણ સભા ભરવામાં આવી નથી અને મંત્રી કોન કે ચેરમેન કોન છે તેની પણ ગામ લોકો ને જાણકારી નથી.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા (થરાદ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756