થરાદ ખાતે મહોરમ તાજીયા જુલુસ નીકળ્યુ
થરાદ ખાતે કોરોનાની મહામારીને લઈને બે વર્ષ બાદ મુસ્લિમ કમિટી દ્વારા મહોરમ તાજીયા જુલૂસ નીકળ્યું
થરાદ ખાતે 22 માર્ચ 2020 શરૂ થયેલી કોરોનાની ગંભીર બીમારીના કારણે તાજીયા ઝુલુસ નહિ નીકળી શકતાં બે વર્ષ બાદ મુસ્લિમ કમિટી દ્વારા મહોરમ તાજીયા ઝુલુસ કાઢવામાં આવ્યું છે જેમાં મુસ્લિમ બિરાદરોએ જણાવ્યું હતું કે ઇસ્લામ ધર્મના હજરત મહંમદ પયગંબર સાહેબના દોહીત્ર હજરત ઇમામ હુસેને ઇસ્લામધર્મનો નૈતિક મૂલ્યોની જાળવણી માટે કટ્ટરપંથીઓ સમક્ષ પોતાના ૭૧ સાથીઓ સહિત શહાદત વ્હોરી હતી. આજે હજારો વર્ષ બાદ પણ હજરત ઇમામ હુસેનની કુરબાની ભૂલાઇ નથી જેથી તેનો માતમ મનાવવા મોહરમ મનાવવામાં આવી રહ્યો છે શહેરના કાજીવાસથી નીકળેલ મોહરમ તાજિયાના ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો મહિલાઓ સહિત જોડાયા હતાં જેથી રસ્તામાં ઠેર-ઠેર પાણી શરબત જેવી વ્યવસ્થાઓના કેમ્પ ગોઠવવામાં આવ્યા હતા તાજીયા ઝુલુસમાં મુસ્લિમ બિરાદરોએ તલવાર લોખંડના સળિયા વડે હાય હુસેન હાય હુસેન નારા સાથે અલગ અલગ પ્રકારની કરતબો કરી હતી જેમાં તાજીયા ઝુલુસ આગળ વધતાં જૂની માર્કેટયાર્ડ થી મુખ્ય બજાર બળિયા હનુમાન ચોકથી ટાંડા નામના તળાવમાં આવેલ કૂવામાં ઠારવામાં આવે છે.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756