હરસડ ગામે શીતળા માતાજીના નવીન મંદિર નું ખાતમુહૂર્ત કરાયું

હરસડ ગામે શીતળા માતાજીના નવીન મંદિર નું ખાતમુહૂર્ત કરાયું.
સુઈગામ તાલુકાના હરસડ ગામના પાદરે આવેલ શીતળા માતાજીના સ્થાનકની જગ્યાએ નવીન મંદિર બનાવવા માટે ગામલોકો એ ફાળો એકત્ર કરી અને ગામના પાદરે આવેલ માતાજીના સ્થાનક ની જગ્યાએ જૂનો નાનો(ઓટલો) દેરી હતી તે જગ્યાએ નવીન મંદિર બનાવવા માટે આજે રક્ષાબંધન ના દિવસે સમસ્ત ગ્રામજનોએ અને યુવાનોએ સાથે મળીને માતાજીના મંદિરના નવીન બાંધકામ માટે ફાળો એકત્ર કરીને મંદિરનું આજ રોજ લાલજીભાઈ ભટ્ટ દ્વારા મંત્રોચ્ચાર કરીને ભૂમિપૂજન સાથે ખાતમુહૂર્ત કર્યું હતું.
તેમજ ગામના યુવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને હાલમાં પશુઓ માં ભરડો લઈ રહેલા લમ્પી વાઈરસ થી પશુઓ ને બચાવવા માટે યુવાનો ગૌ સેવા કરવામાં અને તેમની પીડા દૂર થાય તે માટેનું પણ ભગીરથ કાર્ય કરી રહ્યા છે.
રિપોર્ટ-:ઝાલા જીતેન્દ્રસિંહ સુઈગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756