ડભોઇ ખાતે હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત ત્રિરંગા યાત્રા યોજવામાં આવી

આઝાદીના 75 માં અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે આજરોજ ડભોઇ ખાતે હર ઘર ત્રિરંગા અભિયાન હેઠળ ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ની અધ્યક્ષતા હેઠળ રાષ્ટ્રીય ત્રિરંગા સાથે પદ યાત્રા યોજાયી હતી.જેમાં મોટી સંખ્યા માં રાજકીય આગેવાનો,કોલેજ ના વિદ્યાર્થીઓ, નગર ના યુવકો,બાળકો,તેમજ મહિલાઓ હાથ માં ત્રિરંગા સાથે ઉત્સાહ ભેર ત્રિરંગા યાત્રા માં જોડાયા હતા.ડભોઇ કોલેજ ખાતે થી વહેલી સવાર થી નીકળેલી ત્રિરંગા યાત્રા નું ડભોઇ નગર માં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.યાત્રા માં જોડાયેલા તમામ ના હાથ માં રાષ્ટ્ર ધ્વજ સાથે નિકડેલી યાત્રા એ ડભોઇ નગર માં ભારે આકર્ષણ જમાવ્યું હતું.તેમજ વંદેમાંતરમ તથા ભારત માતા કી જય ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.આ પ્રસંગે ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા સાથે ડભોઇ નગરપાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી,પ્રદેશ કારોબારી સભ્ય શશીકાંતભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિ ના અશ્વિનભાઈ પટેલ,ડો મહેન્દ્રભાઈ પટેલ તથા ડો સંદીપ શાહ,સહિત મોટી સંખ્યા માં ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો હોદેદારો, તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756