51 શક્તિપીઠ સર્કલ થી કોટેશ્વર નાળાં સુધીની હાઇવે પરની સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવી

51 શક્તિપીઠ સર્કલ થી કોટેશ્વર નાળાં સુધીની હાઇવે પરની સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવી
અંબાજી, એટલે ભારતમાં ગુજરાતનું એક માત્ર પ્રસિદ્ધ યાત્રાધામ,બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં,આબુરોડ નજીક ગુજરાત અને રાજસ્થાનની સીમા પર, વિખ્યાત વેદિક કુમારિકા સરસ્વતી નદીની ઉત્તરે, આરાસુર પર્વતની ટેકરીઓ પર આવેલું છે. અંબિકા જંગલ, આશરે 480 મીટરની ઉંચાઈએ દક્ષિણ-પશ્ચિમ, અર્વાલ્લીની જૂની ટેકરીઓ તરફ, દરિયાની સપાટીથી આશરે 1600 ફૂટ ઊંચો છે, આદ્યાત્મીક શક્તિનું મુખ્ય કેન્દ્ર 8.33 ચો.કિ.મી. (5 ચો.મી. વિસ્તાર) ભારતમાં (51) પ્રાચીન શક્તિપીઠ આવેલ છે.રાજ્ય સરકાર દ્વારા આગામી ભાદરવી મહોત્સવ ની તડામાર તૈયારીઓ આરંભી છે ત્યા બીજી તરફ અંબાજીના હાઇવે માર્ગની લાઈટો બંદ રહેતા નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બને તે પ્રશ્ને લઈને લોકોમાં ભારે રોષ ઉદ્ભવ્યો છે. છેલ્લા 7 દીવસ મા 6 અક્સ્માત થતા વહીવટી તંત્રે જાહેર હાઇવે માર્ગ પર સ્ટ્રીટ લાઈટો લગાવવાની કામગીરી શરૂ કરી હતી અને ગુરૂવારે રાત્રે લાઈટો શરૂ પણ થઈ ગઈ હતી.
ચોક્કસપણે કહી શકાય છે કે અંબાજી થી આસપાસના જોડતા માર્ગો રાજ્યસરકાર દ્વારા ફોર લેન કરવામાં આવ્યા છે તે બાબત સુંદર કામગીરીનો પરચો આપે છે ત્યારે અંબાજી ના મુખ્ય ત્રણ હાઇવે માર્ગો પર આવેલા ગજ દ્વાર ,મયુર દ્વાર અને સિંહ દ્વારની અંદર ના માર્ગો પર છેલ્લા ઘણા સમયથી લાઈટો બંદ રહેવાની ગંભીર ફરિયાદો ઉઠવા પામી હતી.અંબાજી ચૌધરી ધર્મશાળા સામેના માર્ગ પર છેલ્લા 7 દીવસથી રાત્રીના સુમારે સ્ટ્રીટ લાઈટો બંદ રહેતા અંબાજીના નિર્દોષ 6 લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા.
@@ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા લાઈટો લગાવવાની કામગીરી શરૂ કરાઈ અને કામગીરી ઝડપી પુર્ણ કરી @@
રખડતી ગાયોના કારણે ગાયો જ્યારે રોડ ઉપર બેઠેલી હોય છે અને અંધારું પણ હોય છે તેના કારણે અકસ્માતનો ભય બનતો હોય છે ,એક અઠવાડિયાની અંદર છ એક્સિડન્ટના બનાવો બનેલ છે. અંબાજીના જાગૃત નાગરીક અમીત પટેલ દ્વારા અંબાજી મંદિર ને ધારદાર રજૂઆત કરવામાં આવતા મંદિર ટ્રસ્ટ ના જી.એલપટેલ સાહેબએ તાત્કાલીક અસરથી ટીમ મોક્લી લાઈટો ચાલુ કરવાની કામગીરી પુર્ણ કરી ગુરુવારે રાત્રે લાઈટો પણ શરૂ થઈ ગઈ છે. અંબાજી ખાતે આવનારા સમયમાં ભાદરવી પૂનમ નો મેળો યોજાશે ત્યારે લાઈટો ચાલુ રાખવી પણ ખૂબ જરૂરી છે.
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756