પઢીયાર પ્રાથમિક શાળામાં હર ઘર તિરંગાની રેલી યોજાઈ

પઢીયાર પ્રાથમિક શાળામાં હર ઘર તિરંગાની રેલી યોજાઈ
ગોધરાની તાલુકાની પઢીયાર પ્રાથમિક શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે રેલી યોજવામાં આવી હતી તેમજ સરકારશ્રીના હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ગામમાં પ્રભાતફેરી દ્વારા ગામના નાગરિકો તથા બાળકોને હર ઘર તિરંગાની જાગૃતિ ફેલાઈ તેમજ નાગરિકો અને બાળકો પોતાના ઘરે તિરંગો લગાવી સરકારના હર ઘર તિરંગા કાર્યક્રમમાં ભાગીદાર બને તે માટે ઉત્સાહ પૂરક રેલી કાઢી. રેલીમાં ભારત માતા કી જય ,વંદે માતરમ ,હર ઘર તિરંગા લહેરાગે આઝાદીકા અમૃત મહોત્સવ મનાયેંગે જેવા નારા સાથે રેલી વાતાવરણ દેશ ભક્તિમય બની ગયું હતું.પઢીયાર ગામના દરેક શેરીઓમાં અને મુખ્ય માર્ગો ઉપર ઘરે ઘરે જઈને દેશના નાગરિકોને તિરંગો આપ્યો હતો
અને સરકારના કાર્યક્રમના મહત્વ અને ઉજવણી વિશે સંદેશો પાઠવ્યો હતો. દરેક નાગરિકને આદરપૂર્વક પોતાના ઘરે તિરંગો લહેરવા અપીલ કરવામાં આવી હતી. આ રેલીમાં શાળાના આચાર્યશ્રી કમળાબેન માછી, શાળાના શિક્ષકોનો સ્ટાફ ,તેમજ પઢીયાર ગામના સરપંચશ્રી હરેશભાઇ રાઉલજી તેમજ શાળાના એસ.એમ.સી કમિટીના સભ્યો ,અને પઢીયાર ગામના નવ યુવાનો,શાળાના બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા. 15 મી ઓગસ્ટ સુધી ચાલનારી આ દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756