આંસોદર માં હેલ્થ ચેક અપ કેમ્પ નું આયોજન

આંસોદર માં હેલ્થ ચેક અપ કેમ્પ નું આયોજન
દામનગર ના આંસોદર માં હેલ્થ ચેક અપ કેમ્પ નું આયોજન અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ અને ડો. અલ્પેશ સાલ્વી ની સૂચના થી ડો. આર આર મકવાણા માં માર્ગદર્શન હેઠળ આંસોદર ખાતે આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી થઈ. માતા અને બાળ મરણ અટકાવવા ના ભાગ રૂપે આંસોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં સમાવિષ્ઠ તમામ ૧૫ ગામો ની જોખમી સગર્ભા બહેનો ને સરકારી એમ્બ્યુલન્સ માં આસોદર ખાતે લઇ જઇ નિષ્ણાત તબીબો દ્વારા તબીબી તપાસ કરી, લેબ ઇન્વેસ્ટિગેશન અને જરૂરિયાત વાળા બહેનો ને આયર્ન સુક્રોઝ ના ડોઝ આપેલ હતા. બીપી ડાયાબિટીસ જેવા બિનચેપી રોગો ની પણ તપાસ કરી સારવાર આપવા માં આવી હતી. આ અભિયાન અંતર્ગત આંસોદર ના તબીબ ડો. રોહિત ગોહિલ અને ડો રેખા સરતેજા દ્વારા સગર્ભા બહેનો ની તપાસ કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે, તમામ સગર્ભા બહેનો ની સોનોગ્રાફી તપાસ પણ આરોગ્ય કેન્દ્ર દ્વારા સ્ત્રી રોગ નિષ્ણાત પાસે વિનામૂલ્યે કરવા માં આવે છે. ઉપરાંત, આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્રો પર હર ઘર તિરંગા અભિયાન હેઠળ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સ્વતંત્રતા પર્વ ની ઉજવણી કરવા માં આવી. આ અભિયાન ને સફળ બનાવવા ડો. હરિવદન પરમાર, ભાવિન રાદડીયા, મનીષા ચુડાસમા, અમૃત પટેલ, રંજન અમરેલિયા, ક્રિષ્ના રાઠોડ અને તમામ સ્ટાફ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756