માંગરોલ ના પૌરાણિક રણછોડરાય મંદિરે દર્શન માટે ભક્તો ની ભારે ભીડ

માંગરોલ ના પૌરાણિક રણછોડરાય મંદિરે દર્શન માટે ભક્તો ની ભારે ભીડ
જૂનાગઢ જિલ્લા માંગરોળ માં ભગવાનશ્રી રણછેડરાયજીનું ભવ્ય અને ઐતિહાસિક અને પૌરાણિક મંદિર આવેલું છે.
અહીં ભગવાન કૃષ્ણને રણછોડરાયના નામે પૂજવામાં આવે છે.
રણછોડરાય મંદિરે સવારે મંગળાદર્શન થી લઇને રાત્રીના શયન સુઘીના વિવિઘ દર્શનનો મહિમા અનેરો છે.
અહીંના મંદિરમાં લોકો પ્રસાદના રુપે ભગવાનને માખણ, મિશરી, મગસ(બેસનની મીઠાઈ) ચઢાવે છે. કૃષ્ણ ભગવાનને ગાયો ખૂબ વહાલી હતી એટલે અહીં લોકો ગાયને પણ ચારો ખવડાવી પુણ્ય કમાય છે.
રણછોડજી મંદિર સવંત.1501 અને માગશર સુદ છઠ – માંગરોળ –
ગુજરાતમાં સૌને વ્હાલા કોઈ ભગવાન હોય તો એ છે તેમનો કાનુડો.આ કાનુડાનું જ એક મંદિર છે જે જૂનાગઢ જિલ્લા માંગરોળ ના ગાય ચોગાન તરીકે ઓળખાતી જગ્યા એ આવેલા ભગવાનશ્રી રણછેડરાયજીનું ભવ્ય અને ઐતિહાસિક અને પૌરાણિક મંદિર આવેલું છે.
અહીં ભગવાન કૃષ્ણને રણછોડરાયના નામે પૂજવામાં આવે છે.
આ સુપ્રસિધ્ધ પૈરાણીક રણછોડરાય મંદિર માં દર પુનમે સત્સંગ મંડળની બહેનો દ્વારા સત્સંગ કરવામાં આવે છે. ધણાં લોકો આ દિવસે આવીને શ્રધ્ધાથી ઈશ્વરની પૂજા કરે છે. કેટલાંક લોકો તો ખુશીથી અથવા તો પોતાની માનતા પૂરી કરવા પગે ચાલીને દુર દુરથી આવે છે અને ઈશ્વરના દર્શન કરે છે
શ્રાવણ માસમાં નામસ્મરણ- શ્રવણ ભક્તિનો અપરંપાર મહિમા છે…
માંગરોલ ખાતે 577 વર્ષ પહેલા સંત શ્રી નરસીમહેતા ના કાકા પરબતમહેતા દ્વારા સ્થાપીત દસાંગળ સ્વરૂપ ના ભગવાન કે જેમ નુ સ્વયંભુ પ્રાગટ્ય માંડવી ગેઇટ પાસે આવેલ ગોમતીવાવ મા થયેલ તેવા રણછોડરાયજી મહારાજ નુ પુરાતન મંદિર ગાય ચોગાન ખાતે આવેલુ છે જેમા દસાવતાર સિંહાસન કે જે એક જ પત્થર મા થી વાસુદેવ નામ ના કડીયા બનાવેલ જે માન્યતા મુજબ દ્વારકા થી હવા ના જોકા દ્વારા ઉડી ને માંગરોલ આવેલ આ મંદિર મા મુખ્યાજી નલિનભાઇ મહેતા બાદ નાની ઉંમરમાં ખુબજ નિસ્વાર્થ સેવાભાવી તરીકે જેમનું નામ અગ્રેસર લેવામાં આવતું હોયછે એવા તેમના સુપુત્રી ખ્યાતિબેન મહેતા સંભાળે છે જે તેમની 18 પેઢી થી આ મંદિર નુ ઉતરોતર ખુબજ સુંદર રીતે સંચાલન કરે છે
રણછોડરાયજી મંદિર નું હાલ સંચાલન કરતા એવા ખ્યાતિબહેન દ્વારા મંદિરનું ખુબજ સુંદર રીતે સંચાલન કરવામાં આવી રહયું છે અને તેમના દ્વારા પણ અનેક નિસ્વાર્થ સ્તકાર્યો પણ ચલાવવામાં આવી રહયા છે
હિ ન્દુ ધર્મના શાસ્ત્રોમાં ભગવાનની ભક્તિ કરીને મનુષ્ય જન્મ સાર્થક કરી લેવાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ભગવાનની ભક્તિ માટે બારમાસમાં ચાતુર્માસને શ્રેષ્ઠ ગણાય છે. કારણકે ચાતુર્માસમાં દરેક સંપ્રદાયના અનેક તહેવારો આવે છે. સૌ માણસો સત્સંગ અને ભક્તિમાં તલ્લીન બને છે. આ ચાતુર્માસમાં પણ શ્રાવણમાસને શ્રેષ્ઠ માનવામાં આવે છે. શ્રાવણ માસ ખૂબ જ મહત્વનો પવિત્ર અને અર્થસભર મહિનો ગણાય છે. આ શ્રાવણ માસ દરમ્યાન મંદિરો ધૂન-ભજન- કથા-કીર્તન, મંત્રજાપથી ગુંજી ઉઠે છે.
કળિયુગમાં ભગવાનનું નામ સ્મરણ કરવાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. તેથી જ શાસ્ત્રકારો કહે છે કે,જેમ અજાણતા અગ્નિને અડી જવાય તોય તે બાળે છે. તેમ અજાણતા ભગવાનનું નામ લેવાય તોય પાપ માત્રને બાળી દે છે. જેમ જળથી અગ્નિ શાંત થાય છે. સૂર્યથી અંધકાર ટાળે છે તેમ શ્રી હરિના નામ થી પાપ માત્રનો પ્રલય થઈ જાય છે.
જેમ અગ્નિને શાંત કરવા જળ શક્તિશાળી છે. અંધકારને ટાળવા સૂર્યોદય શક્તિશાળી છે. તેમ પાપાત્માઓના પાપને ટાળવાને માત્ર એક ભગવાનનું જ નામ સાર્થક છે. જે ભક્ત ભગવાનનું નામ ઉચ્ચારણ કરે છે. તેને કળિકાળમાં પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આદિ દોષો પરાભવ કરી શકતા નથી. તેથી શ્રાવણમાસમાં અવશ્ય મંત્રજાપ કરવો જોઈએ.
આપણા શાસ્ત્રોમાં શ્રાવણમાસમાં ભગવાનના મંદિરે દર્શન કરવા જવાનું પણ મહાત્મ્ય વર્ણવામાં આવેલું છે. આપણા ધર્મગ્રંથો કહે છે કે, ભગવાનના મંદિરે દર્શન કરવા જવાથી ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞાનું ફળ પ્રાપ્ત થાય છે. તેથી નિત્ય ભગવાનના દર્શન કરવા જોઈએ. મંદિરે દર્શન કરવા જવાથી માણસમાં સંસ્કારનું સિંચન અને પ્રવર્તન થાય છે. ધર્મ, જ્ઞાાન, વૈરાગ્ય, અને ભક્તિ કેવી રીતે કરવી જોઈએ તેનું માર્ગદર્શન સાંપડે છે.
જેમ મંત્રજાપનું અને દર્શનનું મહત્વ છે તેવી જ રીતે શ્રાવણમાસમાં ભગવાનના સત્સંગનો પણ ખુબજ મહિમા છે.
અહીં રણછોડરાય મંદિરે જન્માષ્ટ્રમી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ખુબજ બહોળી સઁખ્યામાં ભક્તો આ પ્રસંગે ભગવાનના દર્શને આવીને ધન્યતા અનુભવે છે. “હાથી ઘોડા પાલકી..જય કનૈયા લાલ કી” અને “મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે” જેવા ગગન ભેદી નારાઓથી મંદિર ગૂંજી ઉઠે છે. જાણે દરેક ભક્તના હૃદયમાં શ્રી કૃષ્ણ ભગવાનનું પુન:પ્રાગટ્ય થયું હોય તેવો માહોલ સર્જાય છે.
ખ્યાતિબહેન દ્વારા આતકે આવનારા જન્માષ્ટમી ના દિવસે રાત્રી દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ અને પારણા નોમને દિવસે સવારે 8/45 કલાકે નંદમહોત્સવ નો પણ કાર્યક્રમ રાખેલ હોય ભક્તોને આ દર્શન નો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે
સવંત 2064 અને 2008 થી રણછોડ મંડળની બહેનો દ્વારા અવિરત નિસ્વાર્થ સેવા કાર્યો પણ ચલાવવા માં આવે છે જેમાં મંડળની બહેનો દ્વારા વર્ષ 2011 મા શ્રીમદભાગવત સપ્તાહ,વર્ષ 2015 માં પાણીની નાવમાં ભગવાન રણછોડરાય ભગવાનના દર્શન,યમુનાજીના ચૂંદડી મનોરથ,પાટોત્સવ નોમ મનોરથ,ચૂંદડી મનોરથ ગોકુલ નાથજી હવેલીમાં,મહાપ્રભુજી ના ઉત્સવોમાં કળશ પોખવા,આંબા મનોરથ, અધિક માસ દરમિયાન થાર મનોરથ ગોકુલનાથજી હવેલીમાં,દર પૂનમે મંદિરે મંડળ ની બહેનો દ્વારા સત્સંગ પણ કરવામાં આવેછે અને સાથે સાથે માતાજી,હનુમાનજી,સ્થિતના ધાર્મિક જગ્યાએ રણછોડ મંડળ ની બહેનો દ્વારા સત્સંગ કરવામાં આવે છે આ સત્સંગમાં જે ભેટ મળેછે તે ભેટ મંદિરનેજ અર્પણ કરવામાં આવે છે
મંડળની બહેનો દ્વારા ગિરિરાજજી ની હવેલી જૂથળ ખાતે પણ મનોરથ કરવા માટે જતા હોય છે
હાલ મંદિરનું સંચાલન કરતા અને ખુબજ નિસ્વાર્થ ભાવે સેવાકરતા ખ્યાતિબહેન દ્વારા રણછોડ મંદિરે આપણા દરેક વાર તહેવારોને અનુરૂપ ભગવાનના વિવિધ દર્શન નો પણ ભક્તોને લાભ મળી રહ્યો છે
સત્સંગ મંડળની બહેનો દ્વારા મંદિરની જગ્યામાં પાણીનો બોર પણ કરાવવામાં આવ્યોછે તેમજ મંદિરની અગાસી માં મંદિરમાં પાણી ન પડે તેવા ખુબજ ઉમદા આશયથી કપચી પણ લગાવવામાં આવીછે તેમજ મંદિર માટે ભક્તોને બેસવામાટે ખુરસીઓ પણ વસાવી આપી છે
રણછોડ મંડળના ખુબજ નિસ્વાર્થ સેવાભાવી તરીકે ઓળખાતા એવા અને કોઈપણ સેવાકાર્યમાં હર હમ્મેશ અગ્રેસરજ રહેતા હોય છે એવા ભારતીબેન જાડા કે જેવો પણ અનેક નિસ્વાર્થ સેવા કાર્યો સાથે જોડાયેલા છે જેના ચૂપ ચાપ નિસ્વાર્થ સેવા કાર્યો ના મને પણ અનેક પ્રત્યક્ષ અનુભવો છે
જ્યારે રણછોડરાય મંદિરે અભિષેક કગરાણા દ્વારા પણ ખુબજ નિસ્વાર્થ સેવાઓ આપવામાં આવીરહી છે
આ સેવાકાર્યમાં ખુબજ નિસ્વાર્થ ભાવે જોડાયેલા એવા રણછોડ મંડળના બહેનોમાં મંડળના પ્રમુખ મંજુબેન છાટબાર,ઉપ.પ્રમુખ કલાબેન વિઠલાણી,ઇલાબેન વિઠલાણી,જ્યોતિબેન છાટબાર,જોસનાબેન ભટ્ટ,મંજુબેન લાખાણી, ભારતી બેન જાડા,કંચનબેન જાડા,માલવિકાબેન માળી,રેખાબેન રાજપરા,ભાનુબેન જીણોજા,વાશંતીબેન ફિચડિયા,હેમાબેન…..,નીતાબેન ફિચડિયા સહિતના બહેનો દ્વારા સત્સંગ સાથે સાથે સમાજને પ્રેરણા રૂપી નિસ્વાર્થ સત્કાર્યો ચલાવી રહયા છે
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756