અમરોલી ખાતે મેલડી માં ના પાટોત્સવ ની તૈયારીઓ

અમરોલી ખાતે મેલડી માં ના પાટોત્સવ ની તૈયારીઓ
સુપ્રસિદ્ધ ગાયકો શિસ્ત બંધ રંગ વેશભૂષા દ્વારા શોભા યાત્રા મહાપ્રસાદ સહિતની વિશાળ આયોજન.
ભારતમાં અનેક પરંપરાઓ સંસ્કૃતિ સાથે જીવન જીવવાની વિશિષ્ટ પદ્ધતિ જે આ પરંપરા ઓ ના કારણે જ ભરપૂર આનંદ થી જીવન જીવવા ની કળા ની અનુભૂતિ થાય છે એટલે જ ભારતમાં સાંસ્કૃતિક વૈચારિકતા ના કારણે દેશનો ડંકો વિશ્વ માં વાગી રહ્યો છે તે જ રીતે આવા કાર્યક્રમને આગળ ધપાવતા હોય સુરત જિલ્લાના અમરોલી માં મેલડી માતાજી નો પાટોત્સવ ની ભવ્ય તૈયારીઓ ચાલી રહેલ છે
માનો દરબાર હરખનું તેડું ના દિવ્ય આમંત્રણ સાથે જય માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ ના માનો દરબાર સેવા મંડળ ના વિશાળ ભક્તો દિવ્ય આયોજનમાં શિસ્ત બંધ શોભા યાત્રા સાથે મહાપ્રસાદ સુપ્રસિદ્ધ ગાયક અને ગાયિકાઓ ભક્તિના રંગે રંગવા પોતાના દિવ્ય વાણીથી માતાજી ના ભજનો ની રમઝટ બોલાવવા ના છે
ચારે કોર દિવ્યભક્તિ નું વાતાવરણ સર્જાવાની પૂર્વ તૈયારી રૂપે તડામાર તૈયારીઓ ચાલી રહેલ છે
તારીખ ૧૯/૮ ને ના રોજ મેલડી માતાજીનો સાતમો પાટોત્સવ ઉજવવા ના છે આ ભવ્ય કાર્યક્રમમાં મહાપ્રસાદ સહિત મોટી સંખ્યામાં એકસરખા વસ્ત્રોથી સુશોભિત આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે
વિશાળ ભક્તો દિવ્ય વાણીરૂપી કલાકારો સહિત સંતો મહંતો અને અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ના છે
જય માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમરોલીના આ દિવ્ય મંદિર નો પાટોત્સવ દિન દુખિયાનો આધાર બની રહ્યું છે મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવી માના ચરણોમાં શીશ ઝુકાવે છે અને માનતાઓ માનતા હોય છે ત્યારે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.
રિપોર્ટ : નિલય ચૌહાણ, માંગરોળ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756