આઝાદી નાં અમૃત મહોત્સવ ઉજવણીનાં ભાગરૂપે ભરૂચમાં વૃક્ષારોપણ કરાયું

આઝાદી નાં અમૃત મહોત્સવ ઉજવણીનાં ભાગરૂપે ભરૂચમાં વૃક્ષારોપણ કરાયું
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન, ટ્રસ્ટ ભરૂચ અને એડીએફસી બેંક દ્વારા વનવિભાગ ના સહયોગથી આઝાદીના ૭૫ વર્ષ પુરાં થતાં આખા ભારતમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી જોરશોરથી થઈ રહી છે ત્યારે ભરૂચ નજીક ચાવજ રોડ પર આવેલ રંગ ઉપવન સોસાયટીમાં ૭૫વૃક્ષો રોપી વૃક્ષારોપણ નો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો. આ પરમાર્થ ના કાર્ય માટે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સ્થાપક પ્રકાશ પટેલ, એચડીએફસી બેન્ક ના અધિકારીશ્રીઓ, માનવંતા સોસાયટીના સભ્યશ્રીઓ, ભાજપના તાલુકા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો તથા પ્રકૃતિ પ્રેમી મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ ભારત ના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી ના આહવાન પર ૭૫માં આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે “હર ધર તિરંગા” અભિયાન અંતર્ગત ઉપસ્થિત લોકોને, દુકાનદારોને, સોસાયટી ના સભ્યો ને ભારતની આન,બાન અને શાન તિરંગો ભેટ આપાયો હતો.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
મો. ૯૬૨૪૮ ૩૫૨૦૧.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756