કુકાવાવ : હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત ત્રિરંગા યાત્રા યોજવામાં આવી હતી

કુકાવાવ શહેર સંસદ નારાયણભાઈ કાછડીયા હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત ત્રિરંગા યાત્રા યોજવામાં આવી હતી
આઝાદીના 75 માં અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે આજરોજ કુકાવાવ મોટી ખાતે હર ઘર ત્રિરંગા અભિયાન હેઠળ ભારતીય જનતા પાર્ટી ના અમરેલી જિલ્લાના સંસદ નારણભાઈ કાછડીયા જિલ્લા પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા કુકાવાવ તાલુકા પંચાયત ટીડીઓ સાહેબ કુકાવાવ તાલુકા પ્રમુખ ગોપાલભાઈ અંટાળા કુકાવાવ મોટી ગ્રામ પંચાયત સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી (ફૌજી) તેમજ તલાટી કમ મંત્રી તેમજ વેપારી મંડળ તેમજ બી ફૌજી ટીમ તેમજ કુંકાવાવ મોટી ના દરેક સ્કૂલ ના પ્રિન્સીપાલ તેમજ તેમજ સ્ટાફ અને વિદ્યાર્થી ઓ બહોળા પ્રમાણ માં જોડાયા કુંકાવાવ મોટી ગ્રામ પંચાયત ની અધ્યક્ષતા હેઠળ રાષ્ટ્રીય ત્રિરંગા સાથે પદ યાત્રા યોજાયી હતી.જેમાં મોટી સંખ્યા માં રાજકીય આગેવાનો, ના યુવકો,બાળકો,તેમજ મહિલાઓ હાથ માં ત્રિરંગા સાથે ઉત્સાહ ભેર ત્રિરંગા યાત્રા માં જોડાયા
હતા. કુકાવાવ રામજી મંદિરથી ખાતે થી બપોર ના ચાર વાગ્યે થી નીકળેલી ત્રિરંગા યાત્રા નું મોટી કુકાવાવ સ્વાગત કરવામાં આવ્યું હતું.યાત્રા માં જોડાયેલા તમામ ના હાથ માં રાષ્ટ્ર ધ્વજ સાથે નિકડેલી યાત્રા એ કુકાવાવ માં ભારે આકર્ષણ જમાવ્યું હતું.તેમજ મોટી સંખ્યા માં ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો હોદેદારો, તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756