ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા શહેર તિરંગા મય.

ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા શહેર તિરંગા મય.
Spread the love

ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા શહેર તિરંગા મય.

ખેડબ્રહ્મા ની મધ્યમાં આવેલ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ પી.પી જાની અને પોલીસ કર્મચારી મિત્રો દ્વારા પોલીસ સ્ટેશનમાં તિરંગા લહેરાવી રાષ્ટ્રપ્રેમ ની ભાવના વ્યક્ત કરી હતી
ભારત દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ
હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા લગાવીને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો હતો
ત્રિરંગો એ ભારતની આન,બાન અને શાન છે
વિશ્વ ફલક ઉપર પણ ત્રિરંગાની નોંધ લેવાય છે
ખેડબ્રહ્મા પીએસઆઇ પી.પી જાની ની નાની દીકરી એ પણ
પોલીસ યુનિફોર્મ માં ત્રિરંગો લહેરાવી રાષ્ટ્રપ્રેમ ની ભાવના વ્યક્ત કરી હતી.
નાના ભૂલકાઓએ પણ ત્રિરંગા સાથે અનેરું આકર્ષણ જમાવ્યું હતું
બાળકોએ ભારતના ભાવી ઘડવૈયાઓ છે
જેમને આઝાદીનું મહત્વ સમજી રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો.
ભારત દેશના દરેક જનજનમા આઝાદી કા અમૃત મહોત્સવ સંદર્ભે 15 ઓગસ્ટ 2022 નું આગવું અને અનેરુ મહત્વ જમાવ્યું છે.
લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે આવેલ બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ ની પ્રતિમા પાસે પણ ત્રિરંગો લહેરાવી રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો
ખેડબ્રહ્મા શહેરના માર્ગો ઉપર દરેક સરકારી, સહકારી સંસ્થાઓ પર, શાળાઓ, મહા શાળાઓમાં ત્રિરંગા સાથે રેલીઓ યોજી અને હર ઘર પર તિરંગો લહેરાવવામાં આવ્યો છે.

રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!