ડભોઇ એ.પી.એમ.સી ખાતે હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત ખેડૂતો ને રાષ્ટ્ર ધ્વજ અર્પણ કરવામાં આવ્યા

આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત હર ઘર ત્રિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સમગ્ર દેશ માં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.દેશ આઝાદી ને 75 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માર્ગદર્શન હેઠળ દેશ ભર માં હર ઘર ત્રિરંગા અભિયાન ચલાવવા માં આવી રહ્યું છે ત્યારે ડભોઇ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આજરોજ બજાર સમિતિ ના ડિરેક્ટર દિલીપભાઈ પટેલ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું જે બાદ ખેડૂતો ને રાષ્ટ્ર ધ્વજ અર્પણ કરવામાં આવ્યા હતા.તેમજ દરેક ખેડૂત ના ઘર પર 13 થી 15 દરમિયાન રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા આહવાન કરવામાં આવ્યું હતું.સ્વતંત્રતાના અમૃત પર્વમાં 13 થી 15 ઓગસ્ટ સુધી તિરંગા ઝુંબેશ ચાલનાર છે ત્યારે આ અભિયાન દ્વારા સરકાર દ્વારા 20 કરોડ ઘરો પર તિરંગો ફરકાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જેમાં તમામ ખાનગી અને સરકારી સંસ્થાઓ પણ આમાં સામેલ થઈ હર ઘર તિરંગા અભિયાન ને સફળ બનાવશે.આ સાથે જ લાખો લોકોએ તેમના ઘરો, સોશિયલ મીડિયા પ્રોફાઇલ વગેરેમાં ત્રિરંગો લગાવી રાષ્ટ્રપ્રેમ પ્રગટ કર્યો હતો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756