પર્યાવરણ સુનાવણી માટે લેખિતમાં વાંધા સુચનોની રજુઆત કરવામાં આવી

ઓ.એન.જી.સી. એસેટની પર્યાવરણ સુનાવણી માટે લેખિતમાં વાંધા સુચનોની રજુઆત કરવામાં આવી
જમીન સંપાદનની કામગીરી અંગે પણ ઘણાં સવાલો ઉભા થયા પરંતુ અધિકારીઓની એકબીજાને ખો આપવાની નિતી ઉજાગર થઈ…
અંકલેશ્વરનાં સ્થાનીક મીડીયા સાથે સંકલનમાં ઓ.એન.જી.સી.નાં અધિકારીઓની ભેદભાદ યુકત નિતીથી સ્થાનિક મીડીયાની નારાજગી…
ઓ.એન.જી.સી.એસેટ અંકલેશ્વર દ્ધારા પર્યાવરણ અને વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, ભારત સરકાર દિલ્હી તરફથી પર્યાવરણીય મંજુરી મેળવવા માટે પર્યાવરણ લોક સુનાવણી તા.૧૦/૦૮/ર૦રરના રોજ ભરૂચ જિલ્લાનાં મધ્યથી એકદમ છેવાડાનાં જંબુસર ખાતે રાખવામાં આવી હતી.
પ્રાપ્ત સુત્રોથી મળતી માહિતી મુજબ ઓ.એન.જી.સી. અંકલેશ્વર એસેટની પર્યાવરણ સુનાવણી જંબુસર ખેતીવાડી હોલમાં રાખવામાં આવી હતી. જેનાં માટેની નાં વાંધા સુચનો સ્થાનીક અસરગ્રસ્તો પાસેથી મંગાવવામાં આવ્યા હતા. જે બાબતે ઘણી બધી રજુઆતો લાગુ કચેરીઓમાં મોકલવામાં આવેલ હોવાની વિગતો બહાર આવવા પામી છે.
ઓ.એન.જી.સી. એસેટ દ્ધારા આ સુનાવણી જે બ્લોકસ માટે રાખવામાં આવી હતી. તે બ્લોકસ અંકલેશ્વર, આમોદ, જંબુસર, હાંસોટ, વાલીયા તાલુકાનાં ગામડાઓમાં કુલ ૧૪પ સ્થાનોમાં ડ્રીંલીંગ કરવામાં આવનાર છે. જે અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી આ અંગે જરૂરી વાંધા સુચનો લેખિતમાં તેમજ મૌખિકમાં રજુઆતો કરવામાં આવી હતી. જેમાં સુનાવણી દરમ્યાન ઉભા થયેલ પ્રશ્નો બાબતે ઓ.એન.જી.સી.નાં જવાબદાર અધિકારીઓ દ્ધારા કોઈ યોગ્ય જવાબો આપવામાં આવેલ ન હતા તેમજ રજુઆત કર્તાને સુનાવણીમાં જવાબો કે ખુલાસા આપવાને બદલે રજુઆતકર્તાને કચેરી સમય દરમ્યાન રૂબરૂ મળી રજુઆત કરવા જણાંવેલ તે એક ગેરબંધારણીય કૃત્ય માની શકાય તેમ છે.
સુનાવણીમાં કલક, ડાભા, નાડા તેમજ અન્ય ગામોનાં ખેડૂતો જેમની જમીનો ઓ.એન.જી.સી. પ્રોજેકટમાં સમાવિષ્ટ હતી તેમણે પોતાના વળતળ માટે રજુઆતો કરવામાં આવેલ પરંતુ રજુઆત કરનાર રજુઆત કર્તાને પોતાની કચેરીમાં આવી મળવા માટે જણાવેલ પરંતુ વળતળ અંગે કોઈ ખુલાસા ઓ.એન.જી.સી. દ્ધારા કરવામાં આવેલ નથી.
ઓ.એન.જી.સી. એસેટ દ્ધારા સી.એસ.આર. ફંડની ફાળવણી અંગેની કામગીરી અંગે પણ ઘણાં વિવાદો જોવા મળેલ છે. જેમાં સી.એસ.આર. ફંડની રકમ જયાં ફાળવેલ છે તેમાં જે ફોટોગ્રાફ પ્રોજેકટમાં રજુ કરવામાં આવ્યા તે ફકત અંકલેશ્વર, હાંસોટનાં જ હતાં જયારે અન્ય જગ્યાઓ પર થયેલ કામ અંગે કોઈ સ્પષ્ટતા જણાંઈ આવેલ નથી.
વધુમાં ઓ.એન.જી.સી.નાં બ્લોકસ અંગેની સુનાવણી માટે જરૂરી જનજાગૃતી અંગે ઓ.એન.જી.સી. દ્ધારા કોઈ કામગીરી થયેલ ન હોય તેમ જોઈએ તો સુનાવણીમાં કેટલાંક જાગૃત લોકો, એન.જી.ઓ. તથા ઓ.એન.જી.સી.નાં કેટલાંક ખાસ વ્યકિતઓ સિવાય સામાન્ય નાગરિકો જોવા મળેલ ન હતા જે સાબિત કરે છે કે ઓ.એન.જી.સી. દ્ધારા લોક જાગૃતિના ભાગરૂપે સુનાવણી અંગેની જાણ ઘણાં લોકોને થઈ જ નથી અથવા જાણ કરવામાં આવી જ નથી. જે એક જાણી બુઝીને કરેલ કાવતરું માની શકાય.
સુનાવણી દરમ્યાન સુનાવણીમાં આવનાર લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવાની હોય છે. પરંતુ ઓ.એન.જી.સી.નાં જવાબદાર અધિકારીઓ દ્ધારા સવારનાં ૭ઃ૦૦ વાગ્યાનાં સમોસા અને ચવાણું બપોરનાં ૧ઃ૩૦ વાગ્યે આપવામાં આવ્યો જયારે જિલ્લાનાં અધિક નિવાસી કલેકટર, જી.પી.સી.બી.નાં અધિકારીઓને અન્ય જગ્યાએ સારી હોટલમાં જમાડવામાં આવ્યા હોવાની લોક ચર્ચાએ વાતાવરણમાં ગરમાવો લાવ્યો હતો.
ભારત સરકારનાં પર્યાવરણ અને વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્ધારા આ લોક સુનાવણી અંગે રજુ થતાં રીપોર્ટ અને અહેવાલો ધ્યાને ન લઈને સામાન્ય જનતાને પડેલ તકલીફો અંગે યોગ્ય સમાધાન લાવી ત્યારબાદ પર્યાવરણીય મંજુરી આપવામાં આવે તે અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
મો. 96248 35201.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756