પ્રગટેશ્વર ધામ ખાતે શ્રાવણ માસના ત્રીજા સોમવારની ભક્તિભાવપૂર્ણ ઉજવણી

પ્રગટેશ્વર ધામ ખાતે શ્રાવણ માસના ત્રીજા સોમવારની ભક્તિભાવપૂર્ણ ઉજવણી
Spread the love

આછવણીના પ્રગટેશ્વર ધામ ખાતે શ્રાવણ માસના ત્રીજા સોમવારની ભક્તિભાવપૂર્ણ ઉજવણી

ખેરગામ ,

પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણી, ભક્તિધામ ખાતે ધર્માચાર્ય પરભુદાદાના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારની ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ અવસરે સવારે લઘુરુદ્ર યજ્ઞ અને ભગવાન શિવને અભિષેક કરાયો હતો. આજના લઘુરુદ્ર યજ્ઞના યજમાન દમણના અપ્પુભાઈ પટેલ, પ્રકૃતિબેન પટેલ, કાંતિભાઈ દમણિયા અને શૈલાબેન દમણિયા હતા, જ્યારે યજ્ઞમાં અનિલભાઈ જોશી તેમજ કશ્યપભાઈ જાનીએ મંત્રોચ્ચાર કરી આહુતિ અપાવી હતી.
આ અવસરે ધર્માચાર્ય પરભુદાદાએ આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, સમુદ્રમાં ડૂબકી લગાવીએ તો હીરા મોતી મળે તેમ ભગવાન શિવમાં ડૂબકી લગાવીએ તો આપણને પુણ્યરૂપી હીરા મોતી મળે છે. આપણે જે કોઈએ તેનું નામ લઈને બોલાવીએ તો તેનું મગજ જાગૃત થઈ જાય છે, તેમ ભગવાન શિવનું નામ લેવાથી તે જાગૃત બની આપણને આશીર્વાદ આપે છે. શ્રાવણના સોમવારે જેના પુણ્યનો ઉદય થયો છે તેઓ અહીં ભગવાન પ્રગટેશ્વર દાદાના દર્શન માટે આવી શકયા છે.
ધર્માચાર્ય પરભુદાદાએ રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાષ્ટ્રીય વૃક્ષ વડનું છોડ રોપી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો હતો અને સૌને વડ અને બિલીપત્રનું વૃક્ષ વાવવા અનુરોધ કર્યો હતો. ધર્મનું જતન થાય તે માટે આવતા રવિવારે તા.૨૧મી ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ દસ વર્ષ સુધીની વયના બાળકો માટે શંકર ભગવાનની વેશભૂષાની સ્પર્ધાનું આયોજન કરાયું છે, જેમાં પાત્રતા ધરાવતા બાળકોને ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું હતું. જેમાં પ્રથમને ૧૦૦૧, દ્વિતીયને ૭૦૧ અને ત્રીજા સ્થાને આવનારને ૫૦૧ રૂપિયા ઇનામ આપવામાં આવશે. સ્પર્ધામાં ભગવાન શિવના વાજિંત્રો પણ વગાડી શકાશે.
આ અવસરે પ્રગટેશ્વર ધામના પ્રમુખ બીપીનભાઈ પરમારે ઉપસ્થિત સૌને આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે, સ્વયં થાય તે સત્ય તે મુજબ અહીં દરેક કાર્ય સ્વયં થાય છે, જે કાર્ય માટે ભગવાન શિવ પ્રેરણા કરે છે.
આ શુભ કાર્યમાં વાંસદા પ્રાંત અધિકારી પ્રણવભાઈ વિઠ્ઠલી, ખેરગામ તાલુકા વિકાસ અધિકારી રાહુલભાઈ પટેલ, નાયબ તાલુકા વિકાસ અધિકારી અશ્વિનભાઈ પટેલ, મામલતદાર જીતેન્દ્ર સોલંકી, નાયબ મામલતદાર નગર વગેરેએ પણ સહભાગી બની પ્રગટેશ્વર દાદાને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. પ્રાંત અધિકારીએ સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી મારી પાસે આવનારા સૌ અરજદારોને યોગ્ય ન્યાય મળે દરેકના કામો સરળતાથી થાય તે પ્રકારે હું મારી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી શકું તેવા આશીર્વાદની ભગવાન શિવ પાસે અભિલાષા વ્યક્ત કરી હતી.
રાજયકક્ષાના કલા મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ભુલા ફળિયાના વાયોલિન વાદક ગૌરવભાઈ વિનોદભાઇ પટેલનું નવસારી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી અવસરે પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઈ ચૌધરીના હસ્તે સન્માનપત્ર આપી સન્માન કરાયું હતું, જેમનું પ્રગટેશ્વરધામના ધર્માચાર્ય પરભુદાદાના હસ્તે શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા.
ભુલા ફળીયા, નવસારીના ભજન મંડળના તેજસ પટેલ, રાકેશભાઈ પટેલ, શૈલેષભાઇ પટેલ, ધર્મેશભાઈ પટેલ, મહેન્દ્ર પટેલ, ભરતભાઇ પટેલ, ગૌરવભાઈ પટેલે ભગવાન શિવના ભજનોની રમઝટ બોલાવી હતી, જેને સૌ શિવભક્તોએ ખૂબ જ મન ભરીને માણ્યા હતા અને શિવમગ્ન બન્યા હતા. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દેશભક્તિના ગીતો પણ તેમણે રજુ કર્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રગટેશ્વર શિવ પરિવારના અમિતભાઇ પટેલ, હેમંતભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, વિપુલભાઇ પંચાલ, મયુરભાઈ પટેલ, મયંકભાઈ બ્રહ્મભટ્ટ, ધર્મેશભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ સહિત શિવ પરિવારના શિવભક્તોએ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!