૭૬માં સ્વતંત્રતા દિવસ ની આર એમ પી એસ ઇન્ટરનેશનલ શાળા માં ઉજવણી કરવામાં આવી

૭૬માં સ્વતંત્રતા દિવસ ની આર એમ પી એસ ઇન્ટરનેશનલ શાળા માં ઉજવણી કરવામાં આવી
Spread the love

૭૬માં સ્વતંત્રતા દિવસ ની આર એમ પી એસ ઇન્ટરનેશનલ શાળા માં ઉજવણી કરવામાં આવી

૭૬માં સ્વતંત્રતા દિવસ આઝાદી કા અમૃત મહોત્સવ ની આર એમ પી એસ ઇન્ટરનેશનલ શાળા માં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.

તા ૧૫મી ઓગસ્ટ યાનિ આઝાદી નો પર્વ. આ ૭૬ માં સ્વતંત્રતા દિવસ ની ભવ્ય ઉજવણી નાં ભાગરૂપે અંકલેશ્વર સ્થિત આર એમ પી એસ ઇન્ટરનેશનલ શાળામાં વિંગ કમાન્ડર શ્રી અભિજીત ગોખલે (નિવૃત,IAF) ની ઉપસ્થિતિ માં દેશ નાં માન સન્માન નાં પર્વ માં સહયોગી ભાવના પ્રસ્તુત કરી હતી.આર એમપીએસ ઇન્ટરનેશનલ શાળા દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવતા આ આઝાદી ના દિવસે શાળા નાં બોર્ડ માં તેજસ્વી તારલાંઓ નું પણ સન્માન કરવામાં આવ્યું. જેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી યશ તિવારી ને ટ્રોફી,મેડલ અને ૫૧૦૦ નો ચેક આપવામાં આવ્યો. બીજું સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી હર્ષ પટેલ ને પણ ટ્રોફી, મેડલ અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી પ્રિન્સ બોહરા ને ટ્રોફી મેડલ અને આપી બાળકો નો અભ્યાસ પ્રત્યે હકારાત્મક અભિગમ તરફ લઈ જવાનો અભિગમ અપનાવ્યો હતો.સાથે સાથે વિષય માં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પણ શાળા તરફ થી મેડલ તેમજ કેશ આપીને ઉત્સાહ વધાર્યો હતો.આ પર્વ માં શાળા નાં તમામ વિદ્યાર્થીઓ,શિક્ષકો ,શાળાના આચાર્યશ્રી મેલરોય મેકડોનાલ્ડ અને શાળાના ટ્રસ્ટી શ્રી રાકેશ જૈન, શ્રી મહાવીર જૈન સર , શ્રી સચીન જૈન સર ,શાળાના ઓપરેશન હેડ શ્રી દર્શન જૈન, ફ્લાઇંગ કિડ્સ હેડ મિસ્ટ્રેસ શ્રીમતી અર્ચના નેગી પટેલ અને એડમીન હેડ આશા પાટીલ પણ જોડાયા હતા.જેમાં બાળકોએ જય હિંદ ના નારા સાથે વાતાવરણ ને સ્વાતંત્ર્ય પર્વની લહેર માં બદલી નાખી હતી.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
મો. 96248 35201.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!