થરાદના દુધવા ગામે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

થરાદ તાલુકા કક્ષાની સ્વતંત્રતા દિનની ઉજવણી દુધવા પ્રાથમિક શાળા ખાતે 15 મી ઓગસ્ટ ની ઉજવણી કરાઈ
તાલુકા કક્ષાના સ્વાતંત્રતા દિન ની ઉજવણી કાર્યક્રમમાં રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
દેશભરમાં આજે જ્યારે સ્વાતંત્ર્ દિવસ ની ઉજવણી થઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં થરાદ ના દુધવા ખાતે તાલુકા કક્ષા ના નાયબ કલેક્ટર અધ્યક્ષ સ્થાને સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થઈ હતી. જેમાં તાલુકા ના ધારાસભ્ય અને ઉચ્ચ અધિકારીઓ સહિતના ગામ નાગરિકો તેમજ સ્કૂલ સ્ટાફ સહિત સ્ફુલ ના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.દેશમાં આજે 15 મી ઓગષ્ટ નિમિત્તે સ્વતંત્ર દિન ની ઉજવણી થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં આજે તમામ તાલુકા મથકોએ સ્વતંત્ર દિવસ ની ઉજવણી થઈ છે.તાલુકા કક્ષાનો સ્વતંત્ર દિવસ ની ઉજવણી થરાદ તાલુકાના દુધવા ખાતે કરવામાં આવી હતી. જેમાં થરાદ તાલુકાના નાયબ કલેક્ટર દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જિલ્લાના સ્વતંત્ર દિવસ ની ઉજવણી માં જિલ્લાના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા.
તાલુકા કક્ષાના સ્વતંત્રતા દિન ઉજવણી કાર્યક્રમમાં થરાદ તાલુકાના રાજકીય નેતાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ધ્વજ વંદન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી ત્યારબાદ વૃક્ષા રોપણ કર્યું હતું આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી માં જોડાયા હતા.મુખ્ય મહેમાન કે.એસ.ડાભી નાયબ કલેક્ટર તાલુકાના તમામ નાગરિકોને સ્વાતંત્ર્ય દિવસ ની શુભકામનાઓ પાઠવી હતી.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756