ગાયના દૂધ, ગૌમૂત્ર અને શાકાહારથી જ કુસ્તીમાં નામ બનાવનાર સંજય સિંહ

ગાયના દૂધ, ગૌમૂત્ર અને શાકાહારથી જ કુસ્તીમાં નામ બનાવનાર સંજય સિંહ
Spread the love

ગાયના દૂધ, ગૌમૂત્ર અને શાકાહારથી જ કુસ્તીમાં નામ બનાવનાર સંજય સિંહ
ગૌમતાનાં આશિર્વાદથી ગોલ્ડન બુકમાં નોંધાવ્યું નામ
ગૌમાતા રાષ્ટ્રમાતા જાહેર થાય તેવી ઈચ્છા
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં હરિયાણાના રહેવાસી છ કલાકમાં ૧૫.૯૪૯ પુશઅપ કરીને ગોલ્ડન બુકમાં પોતાનું નામ નોંધાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવનાર રેસલર સંજય સિંહે રેસલર બનવા માટે માંસ, ઈંડા કે કોઈપણ પ્રકારની સપ્લિમેન્ટ લેતા નહતા. શક્તિશાળી બનવા માટે, આજે યુવાનો બજારમાં ઉપલબ્ધ વિવિધ સપ્લીમેન્ટ્સનો ઉપયોગ કરીને તેમના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યા છે, પરંતુ ગૌમૂત્ર અને ગાયના દૂધમાં ઘણા બધા ગુણો છે, જે માણસને સ્વસ્થ રાખે છે. સંજય સિંહ હું ગાયનું દૂધ, ગૌમૂત્ર પીને જ કુસ્તી કરતા હતા. આજે દેશના ખાસ કરીને યુવાનોના ભોજનમાં ઘણી વિકૃતિ આવી છે. એવા સમયે સંજય ૧૬ વર્ષથી જ ગાયનાં દૂધ, ગૌમૂત્ર અને શાકાહાર લઈને જ પોતાની પ્રેક્ટીસ કરે છે. જો યુવાનો શક્તિશાળી અને બુદ્ધિશાળી બનવા માંગતા હોય તો ગાયનું દૂધ, દહી, ઘીનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીર અને મન પણ મજબૂત રહેશે. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ કુસ્તીબાજ સંજય સિંહ છે.
કુસ્તીબાજ સંજય સિંહ ઉત્તરકાશીના રામલીલા મેદાનમાં ચાલી રહેલા ગુરુ સંત ગોપાલમણિની ગો કથા મંચ પર આ રેકોર્ડ બનાવ્યો હતો. સંજયના આ રેકોર્ડ બાદ ગાય આંદોલનના નેતા સંત ગોપાલમણિએ સંજયને રેકોર્ડ સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યા હતા. હરિયાણાના વતની સંજય સિંહ બાળપણથી જ કુસ્તી કરતા હતા. વર્ષ ૨૦૦૮ માં સંત ગોપાલ મણિજીની કથા સાંભળીને તેઓ ગાયની સેવામાં લાગી ગયા. આ સાથે તે દરરોજ કુસ્તીની પ્રેક્ટિસ કરવા લાગ્યા. શ્રી ગુરુજી ગોપાલ મણિજી મહારાજના આશીર્વાદ, ગૌમૂત્ર અને ગાયના દૂધની ખીરના દિવ્ય પાનની શક્તિ અને બધાના પ્રેમ અને આશીર્વાદથી એ વિશ્વનાં એકમાત્ર શુદ્ધ શાકાહારી કુદરતી અંતિમ કુસ્તીબાજ બન્યા છે. તેમનો ઉદ્દેશ્ય ગાયને રાષ્ટ્ર માતા તરીકે જાહેર કરવાનો છે. તેઓ ગાયના દૂધ અને તેમાંથી બનતી ચીજોને પ્રોત્સાહન આપવું અને યુવાનોને ડ્રગ્સની દલદલમાંથી બહાર કાઢવા માંગે છે. શ્રી લખારામજી અને શ્રીમતી કેશવ દેવીજીના ખોળામાં જન્મેલા, હરિયાણા પ્રાંતમાં રહેતા, ભારતીય સેનામાંથી નિવૃત્ત થયેલા, સંજય સિંહ પહેલવાનજીએ બાળપણથી જ બોડી બિલ્ડીંગ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને 8 વર્ષની વયે તેઓ કુસ્તી શીખી ગયા. તેમના પિતાજીએ પણ ભૂતકાળમાં કુસ્તી કરી હતી. સંજયે પૂજ્ય ગુરુદેવે પરમ પૂજનીય શ્રીયુત ગોપાલ મણિ મહારાજ જીનું ચિત્ર દોરીને એકલવ્યની જેમ કુસ્તીની પ્રેક્ટિસ શરૂ કરી, તેમને મૂર્તિ માનીને, તેમની પૂજા કરી. બાળપણથી શરુ કરેલી આ યાત્રામાં તેઓ ગાય માતાના આશિર્વાદથી દિવસે દિવસે સફળ થતા જાય છે.
ગૌમતાનાં આશિર્વાદથી ગોલ્ડન બુકમાં નોંધાવ્યું નામ
ગૌમાતા રાષ્ટ્રમાતા જાહેર થાય તેવી ઈચ્છા

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

 

WhatsApp-Image-2022-08-17-at-9.42.28-AM.jpeg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!