ડૉ. કૃષ્ણ મિત્તલ દ્વારા લેખિત ‘ગૌ રાષ્ટ્ર’ પુસ્તકનું લોકાર્પણ

ડૉ. કૃષ્ણ મિત્તલ દ્વારા લેખિત ‘ગૌ રાષ્ટ્ર’ પુસ્તકનું લોકાર્પણ
Spread the love

ડૉ. કૃષ્ણ મિત્તલ દ્વારા લેખિત ‘ગૌ રાષ્ટ્ર’ પુસ્તકનું લોકાર્પણ કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોતમભાઈ રૂપાલાજી દ્વારા દિલ્હી ખાતે કરવામાં આવ્યું.
દિલ્હી રાષ્ટ્રના 75 મા સ્વતંત્રતા દિવસે ડૉ. એસ.કે. મિત્તલ દ્વારા લખાયેલા પુસ્તક ‘ગૌ રાષ્ટ્ર ‘(ગૌ વંશના તમામ પાસાઓ પરનું પુસ્તક)નું , કોન્સ્ટિટ્યુશન ક્લબ ઑફ ઇન્ડિયા, નવી દિલ્હીના સ્પીકર હૉલ ખાતે કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલાજીના વરદ હસ્તે ઉપસ્થિત ગૌ પ્રેમીઓની હાજરીમાં વિમોચન કરવામાં આવ્યું હતું.

દીપ પ્રાગટ્ય કર્યા બાદ પરસોતમ રૂપાલાજી એ સભાને સંબોધતા ડો. કૃષ્ણ મિત્તલના 30 વર્ષના અનુભવ, નિઃસ્વાર્થ સેવા અને લેખનની પ્રશંસા કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે, આ પુસ્તક દેશમાં ગૌ વંશનું ગૌરવ, ઈતિહાસ, વિવિધ ધર્મોની ઓળખ બની રહેશે. આ પુસ્તક નીતિ ઘડતર, કાયદા, ન્યાયતંત્રના નિર્ણયો, આર્થિક ઉપલબ્ધતા અને વર્તમાન સરકારની ગૌ સેવામાં ભૂમિકા વગેરે બાબતોમાં જાગૃતિ લાવશે, જે સમગ્ર વિશ્વની જરૂરિયાત છે.દિલ્હી એનસીપી વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ. યોગાનંદશાસ્ત્રીજી એ પ્રેક્ષકોને પ્રાચીન કાળથી ગાયના મૂલ્ય દર્શાવતું સંબોધન કર્યું હતું અને પુસ્તકની પ્રશંસા કરી હતી અને ડો.કૃષ્ણ મિત્તલને પણ અભિનંદન આપ્યા હતા. મેજર જનરલ જીડી બક્ષીએ ભારતીય જીવનમાં ગાયના મહત્વનો ઉલ્લેખ કર્યો હતો. સુરેશ ચૌહાંકેજી એ સનાતન પરંપરાને ગાય સેવા સાથે જોડીને દેશના વિકાસમાં ગૌ વંશના મહત્વની પ્રશંસા કરી હતી અને સમગ્ર દેશમાં ગાયોની હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની હાકલ કરી હતી. આરએસએસ અખિલ ભારતીય ગોસેવા પ્રમુખ અજિત મહાપાત્રાજી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ ક્ષેત્રમાં ડૉ.એસ.કે. મિત્તલના બહોળા જ્ઞાન અને અનુભવની અને તેને જનજાગૃતિ માટે ગૌ રાષ્ટ્રના પુસ્તકમાં મૂકેલા દૃશ્ય, જાહેર આરોગ્ય માટે તેના જોખમો વિશે પ્રશંસા કરી હતી . રાજેન્દ્ર અગ્રવાલજી ( એમપી મેરઠ-હાપુર) , મંત્રી રવિકાંત ગર્ગજી , સામાજિક કાર્યકર શ્રીનિવાસનજી , કમલ તાવરીજી IAS (નિવૃત્ત) એસપી ગુપ્તાજી IAS (નિવૃત્ત), વિજય ખુરાનાજી એ ડૉ. એસ.કે. મિત્તલની કામગીરી અંગે પ્રસંશા કરી. AAP નેતા રાકેશ ગોયલજી, ભૂતપૂર્વ KVIC અધ્યક્ષ અને RBI સભ્ય, યશપાલ સિંહજી, કર્ણાટકના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન રોશનબેગજી, સંસ્કૃત યુનિવર્સિટીના ડીન રજનીશ ત્યાગીજી, ધ્રુવ ફાઉન્ડેશનના ધ્રુવ અગ્રવાલજી તેમજ જીવદયા પ્રેમીઓ આ કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. શ્રીકૃષ્ણ મિત્તલે પુસ્તકને અત્યંત આકર્ષક અને પ્રસ્તુત કરવા માટે પ્રકાશક નમ્ય પ્રેસ પબ્લિકેશન્સનાં સમયસર કાર્ય માટે પ્રશંસા કરી હતી . કાર્યક્રમની સફળતામાં નેશનલ ગોધન ફેડરેશન, કામધેનુ આરોગ્ય ગોધામ, મૈસુરના ઇસ્કોન ટ્રસ્ટ, કર્ણાટક ગૌશાળા મહાસંઘ, નારી શક્તિ ફાઉન્ડેશન, નાગપુરના માનવ સેવા કલ્યાણ મહાસંઘ, ધ્યાન ફાઉન્ડેશન વગેરેનો સહયોગ મળ્યો હતો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

WhatsApp-Image-2022-08-22-at-10.40.10-AM.jpeg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!