ગૂગલમીટ ઉપર FIAPO જાહેર વેબિનાર યોજાશે

ગૂગલમીટ ઉપર FIAPO (ફેડરેશન ઓફ ઇન્ડિયન એનીમલ પ્રોટેક્શન ઓર્ગેનાઈઝેશન) દ્વારા પશુ સંરક્ષણ કાયદાની સમજણ આપતો જાહેર વેબિનાર યોજાશે પ્રાણીઓ સામેના અન્યાય સામે લડવા માટે પશુ સંરક્ષણ કાયદાને સમજવું અનિવાર્ય છે. FIAPO (ફેડરેશન ઓફ ઇન્ડિયન એનીમલ પ્રોટેક્શન ઓર્ગેનાઈઝેશન) નાં ‘ઇમરજન્સી રિસ્પોન્સ યુનિટ’ દ્વારા વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પીપલ ફોર એનીમલ્સનાં ગૌરી મૌલેખી મુખ્ય વક્તાની ભૂમિકા ભજવશે. જે ભારતમાં પ્રાણી કલ્યાણના કાર્યમાં સૌથી પ્રખ્યાત વ્યક્તિઓમાંની એક છે, જેમાં તે FIAPO (ફેડરેશન ઓફ ઇન્ડિયન એનીમલ પ્રોટેક્શન ઓર્ગેનાઈઝેશન) ના કાનૂની મેનેજર વર્ણિકા સિંઘ સાથે પ્રાણીઓની સંરક્ષણની વાત કરશે. આ વેબીનારમાં પ્રાણી ક્રૂરતાના અર્થને સમજવું અને પ્રાણી ક્રૂરતાના વિવિધ કૃત્યોને ઓળખવા, ક્રૂરતાના કેસની જાણ કરવી અને તેને અંત સુધી અનુસરવું, કટોકટીના પ્રકારો – આપત્તિ, પ્રાણીઓ પર લાદવામાં આવેલી ક્રૂરતા, કેદ, માનવ-પ્રાણી સંઘર્ષો, જેમ કે ઘણા રેસીડેન્શીયલ વેલફેર એસોસિએશન દ્વારા નોંધાયેલા માનવ-કૂતરાના સંઘર્ષ, માનવ-વન્યજીવન સંઘર્ષ, વગેરે અને આવા સંજોગોમાં માનવ તરીકે પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરવો વગેરે બાબતો વિષે શીખવવામાં આવશે. કાર્યકર્તાઓ, સ્વયંસેવકો, વ્યાવસાયિકો અથવા કોઈપણ વ્યક્તિ આ વેબિનારમાં હાજરી આપી શકે છે. આ વેબીનારમાં જે કોઈ પ્રાણીઓના રક્ષણ અને સહ-અસ્તિત્વમાં માનતા હોય તે સૌ આ વેબીનારમાં જોડાઈ શકશે. આ જાહેર વેબિનાર 26 ઓગસ્ટ, શુક્રવારનાં રોજ સાંજે 5 થી 6 વાગ્યા સુધી ગુગલમિટ https://meet.google.com/sdq-txae-svk પર યોજવામાં આવશે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756