રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ નો સંકલ્પ પત્ર જાહેર કરતા સિનિયર ધારાસભ્ય ઠુંમર

રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ નો સંકલ્પ પત્ર જાહેર કરતા સિનિયર ધારાસભ્ય ઠુંમર
Spread the love

રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ નો સંકલ્પ પત્ર જાહેર કરતા સિનિયર ધારાસભ્ય ઠુંમર
અમદાવાદ રાજીવ ગાંધી ભવન, સંસ્કાર કેન્દ્ર માર્ગ, એલિસબ્રિજ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સંકલ્પ પત્ર જાહેર ગુજરાત માં માતા, બાળકો અને તમામ નાગરીકોને સારવાર સરકારી દવાખાનાઓમાં ફી, ૨૩. ૧૦ લાખ સુધીની સારવાર તમામ સરકારી અને માન્ય ખાનગી દવાખાનાઓમાં સંપૂર્ણ ફ્રી
કીડની, લીવર અને હ્રદય ટ્રાન્સપ્લાન્ટની સારવાર સંપૂર્ણ ફ્રી.દરેક ગામો અને નગરપાલિકા અને મહાનગરપાલિકાઓના વોર્ડોમાં નાગરીકોના ઘરની નજીક સરકારી જનતા દવાખાનાની સ્થાપના.
અંતરીયાળ ગામોમાં ફરતાં સરકારી દવાખાના સરકાર હસ્તકનાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, રેફરલ અને સીવીલ
હોસ્પિટલોને NHH સર્ટીફાઈડ કોર્પોરેટ હોસ્પિટલ જેવી ફાઈવ સ્ટાર બનાવાશે. દરેક સરકારી દવાખાનાઓમાં નિષ્ણાંત ડોકટરો, નર્સીંગ અને ટેકનીકલ સ્ટાફની પુરા પગારથી પારદર્શક ભરતી કરાશે, દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સીવીલ હોસ્પિટલોમા અને નાના-મોટાં શહેરોમાં વ્યાજબી ભાવે ગુણવત્તાવાળી દવાઓ મળી રહે તે માટે જનરી મેડીકલ સ્ટોર શરૂ કરાશે.
મેડીકલ કોલેજોમાં પુરતો શૈક્ષણિક-બિનશૈક્ષણિક સ્ટાફની નિમણુંક. આર્યુવેદિક, યુનાની, હોમિયોપેથીક-આયુષ પધ્ધતીથી સારવારને પ્રોત્સાહન, આ પધ્ધતિઓનો અભ્યાસક્રમ સધન બનાવાશે. જીલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલોમાંજ હ્રદયરોગ, કીડની, કેન્સર સહિતના રોગોની સારવાર માટેના
નિષ્ણાંત ડોકટરો સાથેના વોર્ડ અને વિનામુલ્યે સારવાર.
તંદુરસ્ત માતા-તંદુરસ્ત બાળક, તંદુરસ્ત બાળક-તંદુરસ્ત દેશ સુત્રને સાકર કરવા માટે માતા અને બાળકોમાંથી કુપોષણની હકાલપટ્ટી માટે સધન કાર્યક્રમો. કુપોષિત માતા અને બાળકોના ઉંચા દર ધરાવતા તાલુકાઓમાં પોષણ કેન્દ્રોની સ્થાપના
તંદુરસ્ત નાગરીક-તંદુરસ્ત દેશનું ધ્યેય હાંસલ કરવા માટે રોગમુક્ત નાગરીક બનાવવા મટો રમત
ગમતનાં મેદાનો, ઈન્ડોર સ્ટેડીયમો, જીમખાના, યોગ સેન્ટર, નેચર કયોરને પ્રાધાન્ય, દરેક શાળા
કોલેજોમાં આવા સેન્ટરો, દીકરા-દીકરીઓના અસમાન જન્મદર ઘટાડવા માટે ખાસ નિતિ દીકરીઓના ઓછા જન્મદર ધરાવતા સમુહો-જ્ઞાતિઓની ઓળખ કરીને આવા સમુહ-ઘતિઓમાં સમાનદર પ્રાપ્ત કરવા માત્ર દીકરીઓ ધરાવતા પરિવારોને દીકરીઓના બેંક એકાઉન્ટમાં દર મહિને રૂ.૩,૦૦૦ની અને મુખ્ય ઉંમરે રૂ.૩૦ લાખની સહાય.માતા અને બાળકોનો મૃત્યુદર ઘટાડીને રાષ્ટ્રિય દર કરતાં નીચો લાવવા માટે સઘન કાર્યક્રમ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દ્વારકા ચિંતન શિબિરને અંતે જાહેર કરાયેલ દ્વારકા
ઘોષણાપત્રમાં નીર્દેશ કર્યા મુજબ આજે તંદુરસ્ત નાગરીક-તંદુરસ્ત રાજ્ય સંકલ્પપત્રની જાહેરાત કરતાં સીનીયર ધારાસભ્યશ્રી વિરજીભાઈ ઠુંમર અને ગુજરાત પ્રદેક કોંગ્રેસ સમિતિના કાર્યકારી
તમામ જીલ્લા કક્ષાની હોસ્પિટલમાં નિષ્ણાંત ડોકટરો સાથેના આ પ્રકારના ગંભીર રોગોના વોર્ડ શરૂ કરીને સારવાર વિનામુલ્યે ઉપલબ્ધ કરાવશે.
દરેક સરકારી દવાખાનાઓ અને મેડીકલ કોલેજોમાં નિયમિત રીતે પુરા પગારથી ડોકટરો, નર્સીંગ
સ્ટાફની પારદર્શક નિમણૂંક કરાશે. કોન્ટ્રાકટ અને ફિકસ પગાર પ્રથા નાબૂદ કરીને શોષણ વ્યવસ્થા નાબૂદ કરવાની સાથે ગુણવતાવાળા સ્ટાફની નિમણૂંક કરાશે, દરેક ગામ અને શહેરના દરેક વોર્ડમાં સરકારી જનતા દવાખાના, સરકારી ડોકટરોની દરેક ગામો
અને શહેરોના વોર્ડમાં નાગરીકોને ઘર આંગણે સેવા ઉપલબ્ધ થઈ શકે તે માટે સરકારી જનતા દવાખાનાની સ્થાપના કરાશે. સમગ્ર રાજ્યમાં આવાં ૧૦ હજાર દવાખાનાં ઉભા કરાશે, આંતરીયાળ-આદિવાી વિસ્તારોમાં ફરતા દવાખાના- આંતરીયાળ ગામો અને આદિવાસી વિસ્તારોમાં નાગરીકોને ઘરઆંગણે ડોકટરોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આધુનિક
સુવિધાઓથી સજ્જ ફરતા દવાખાનાઓ હોસ્પિટલ ઓન વ્હીલ્સ શરૂ કરાશે,
દરેક સરકારી હોસ્પિટલો તથા શહેરોમાં સસ્તા દરની ગુણવત્તા સાથેનો જેનરીક મેડીકલ સ્ટોર
બજારમાં મૂળ ભાવ કરતાં અનેકગણા ભાવે દવાઓનું માર્કેટીંગ કરીને વેચાણ થાય છે. મુળ ભાવ
કરતા આવી દવાઓના ૫-૧૦-૨૦ ગણા ભાવો લેવાય છે. સસ્તા ભાવે ગુણવત્તાવાળી દવાઓ મળી રહે તે માટે હોસ્પિટલો સાથે જોડાયેલ જેનરીક મેડીકલ સ્ટોર શરૂ કરીને દર્દીઓને તદ્દન વ્યાજબી ભાવે ગુણવત્તાવાળી દવાઓ ઉપલબ્ધ કરાવાશે. આયુષ પધ્ધતિથી દર્દીઓની સારવાર આર્યુવેદિક, યુનાની, હોમિયોપેથી અને નેચરોપથી આયુષ
પધ્ધતિથી દર્દીઓને કોઈ આડઅસર વગર સારવાર કરી શકાય તે માટેની આયુષ નીતિ જાહેર
કરીને આયુષ પધ્ધતિની સારવાર માટેની માળખાકીય અને નિષ્ણાંત ડોકટરોની સેવા ઉપલબ્ધ
કરાશે. ફરતાં આયુષ દવાખાનાં શરૂ કરાશે. આયુષ પધ્ધતિનો અભ્યાસ અને સંશોધન સંઘન
બનાવાશે.કુપોષણ નાબૂદી- તંદુરસ્ત માતા-તંદુરસ્ત બાળક, તંદુરસ્ત બાકળ-તંદુરસ્ત દેશ- આ સુત્રને સાકાર કરવા માટે માતા અને બાળકોમાંથી કુપોષણને નાબૂદ કરવા માટે એક મહત્વાકાંક્ષી કાર્યક્રમ જાહેર કરીને કુપોષણ ધરાવતા તાલુકાઓમાં કુપોષણ નાબૂદ કરવાનાં કેન્દ્રો શરૂ કરાશે. દરેક કુપોષિત માતા અને બાળકની નિયમિત મુલાકાત, પુરક આહાર અને દવાઓ નિયમિત આપીને કુપોષણને દેશવટો આપીને ગુજરાતને સૌથી કુપોષિત રાજ્યની નામાવલીમાંથી મુક્ત કરાશે. તંદુરસ્ત નાગરીક-તંદુરસ્ત રાજ્ય. “Revation is better than cure’ના સિધ્ધાંત ઉપર દરેક નાગરીકને સંશક્ત અને રોગમુક્ત રાખવા માટે દરેક ગામો અને વિસ્તારોમાં રમત-ગમતનાં મેદાનો, ઈન્ડોર રમતો માટેની સુવિધાઓ દરેક શાળા-કોલેજોમાં તથા ગામો અને શહેરી વિસ્તારોમાં શરૂ કરાશે અને આવા સેન્ટરોમાં નિષ્ણાંત સંચાલકો અને કોચની નિમણુંકો થશે. દીકરા-દીકરીનો સમાન જન્મદરનો લક્ષ્યાંક- દીકરા-દીકરીના અસમાન જન્મદરમાં ગુજરાત સૌથી પાછળની કક્ષાનું રાજ્ય છે. અમુક જાતિ-સમુહોમાં તો એક-એક ગામોમાં કન્યાના અભાવે અનેક યુવાનોના લગ્ન થતાં નથી એટલું જ નહીં કન્યા કેન્દ્રનું પ્રમાણ ખુબ વધી ગયું છે. સમાજમાં અનેક
સામાજીક, માનસીક પ્રશ્નો ઉભા થયા છે.જે વર્ગ-જાતિ-સમુહોમાં દીકરીઓના જન્મ દરનું પ્રમાણ ઓછું છે. તે જાતિ-સમુહોના પરિવારમાં માત્ર દીકરીઓ વાળા જ દંપતિઓની પુત્રીના નામે દર વર્ષે ૩,૩૬,૦૦૦ દિકરીના એકાઉન્ટમાં જમા કરાવશે અને આ દિકરીઓ પુખ્ત ઉંમરની થશે ત્યારે દરેક દીકરીને રૂ.૩૦ લાખ મળવાપાત્ર થશે. આ મહત્વાકાંક્ષી કાર્યક્રમથી દીકરા-દીકરીનો જન્મદર સમાન કરવાના ધ્યેયને પ્રાપ્ત કરીને રાજ્યને પ્રથમ કક્ષાનું રાજ્ય બનાવાશે. (૧૩) માતા અને બાળકોના મૃત્યુદર ઘટાડીને ગુજરાતને માતા અને બાળકોની તંદુરસ્તીમાં પ્રથમ નંબરનું રાજ્ય બનાવવાનું ધ્યેયઃ- માતા અને ૦-૫ વર્ષના બાળકોના મૃત્યુદરમાં ગુજરાત હજી પણ છેવાડાના રાજ્યોમાં સામેલ છે. ગુજરાતમાં ૦-૫ વર્ષના બાળમૃત્યુ દર (IM) ૨૫ છે, જ્યારે કેરાલામાં IMR૬ છે. તેજ રીતે પ્રસુતા માતા મૃત્યુદર (MM) ૭૦ છે. જ્યારે કેરાલામાં MR૩૦ છે. ગુજરાતને માતા અને બાળકોની તંદુરસ્તી અને જીવીત રહેવાના દરમાં દરેક હોસ્પિટલોમાં ગર્ભવતી માતા અને બાળકોની તંદુરસ્તી માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગર્ભવતી માતાની તેમના ઘરે જ સારવાર અને કાળજી લેવાની વ્યવસ્થા નિષ્ણાંત ડોકટરો અને નર્સીંગ કેરની વ્યવસ્થા અને પુરક આહારની વ્યવસ્થા ગોઠવાશે. સરકારી હોસ્પિટલમાં ગાયનેક અને ચિલ્ડ્રન વોર્ડને આધુનિક બનાવીને IRઅને Mનો આંક યુરોપ અને અમેરીકાની સમકક્ષ લવાશે. ગુજરાતના જનતાના આરોગ્ય માટેનું બજેટ બજેટના ૭ ટકા રખાશે- માતા-બાળકો તરૂણો-યુવાનો વડીલોનું આરોગ્ય અને સુખ સુવિધાને ટોચની અગ્રતા આપવા માટે આરોગ્ય વિભાગનું બજેટ નહીંવત છે તેને વધારીને વિશ્વ આરોગ્ય સંસ્થા’ના માપદંડ પ્રમાણે લઈ જવાશે અને આરોગ્ય માનવ સુચકાંકનાં વૈશ્વિક ધોરણોનું ધ્યેય પ્રાપ્ત કરાશે.વર્તમાન ભાજપની ગુજરાત સરકારે ૨૭ વર્ષના શાસનમાં અને મોટા ઉદ્યોગ ગૃહોને રાજ્યની સંપતિ લુંટાવવામાં કશું બાકી રાખ્યું નથી. કોંગ્રેસના શાસનમાં આજે ઉપલબ્ધ છે તેમાંથી ૯૦ટકા પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સીવીલ હોસ્પિટલોની સ્થાપના કરી એટલું જ નહીં પુરા પગારથી પુરતા ડોકટરો અને સ્ટાફની નિમણુંક કરી હતી, સરકારી ફીથી મેડીકલ કોલેજોમાં એડમીશન મળતાં હતાં. કોંગ્રેસની સરકાર ફરીથી ઉત્તમ કક્ષાની વિના મુલ્યે આરોગ્ય સેવાઓ પુરી પાડીને ગુજરાતને માત્ર ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું આરોગ્યના ક્ષેત્રમાં અનોખું મોડલ પુરું પાડશે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG_20220827_185529.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!