દામનગર સ્વ જીવનભાઈ હકાણી ની પટેલવાડી ખાતે પ્રાર્થના સભા યોજાય

દામનગર સ્વ જીવનભાઈ હકાણી ની પટેલવાડી ખાતે પ્રાર્થના સભા યોજાય અઢારે આલમ આપી પુષ્પાજંલી દામનગર શહેર માં કપોળ વણિક અગ્રણી સ્વ જીવનભાઈ જમનાદાસભાઈ હકાણી ની પટેલવાડી ખાતે પ્રાર્થના સભા યોજાય ગત તા.૨૮/૮/૨૨ નારોજ અવસાન પામેલ જીવનભાઈ હકાણી ૯૨ વર્ષ ની વયે પણ સતત પ્રવૃત્તિમય જીવન યુવાનો ને પણ ઉર્જા પ્રેરક સદગત જીવનભાઈ હકાણી ની પ્રાર્થના સભા માં અઢારેય આલમ ની ઉપસ્થિતિ જોવા મળી સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શેક્ષણિક સંસ્થા ઓના અગ્રણી ઓ દ્વારા જીવનભાઈ ના જીવન કવન ને તાદ્રશ્ય કરાવતી સ્મૃતિ ઓ વાગોળી
સ્વ જીવનભાઈ હકાણી એ પાયા ના પથ્થર તરીકે અનેકો સંસ્થા જી આઈ ડી સી માર્કેટયાર્ડ ચેમ્બર ઓફ કોમર્સ ની સ્થાપિત કરી કોઈ સંસ્થા માં મહત્વ ના પદગ્રહણ વગર માર્ગદર્શન બની તેમની દુરંદેશી એ અનેક સંસ્થા ઓ વિકાસ પામી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય પૃષ્ટિયમાર્ગીય હવેલી શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ મુક બધીર અંધશાળા જીવદયા કરતી એક ડઝન થી વધુ સંસ્થા માં માર્ગદર્શક બની સુંદર સંચાલન કર્યું
સામાજિક સંસ્થા માં “મારો વ્યક્તિ નહિ પણ સારો વ્યક્તિ” ના સિદ્ધાંત સાથે ચીવટ અને ખંત થી કાર્ય કરતી ત્રીજી પેઢી તૈયાર કરી સાર્વજનિક ક્ષેત્રે યુવાનો ને આગળ કરી શિક્ષણ આરોગ્ય જીવદયા હુન્નર કૌશલ્ય અન્નક્ષેત્ર કેટલ કેમ્પ જળસંસાધન મહિલા આત્મનિર્ભર સહિત ની પ્રવૃત્તિ કરતી સંસ્થા માં સાત દાયદા સુધી અવિરત નિસ્વાર્થ ભાવે સેવારત રહ્યા
મુક સેવક કર્મયોગી જીવનભાઈ હકાણી ની પ્રાર્થના સભા માં સૌરાષ્ટ્ર ભર ની નામાંકિત સંસ્થા ઓના અગ્રણી ઓ ઉપસ્થિત રહી પાઠવી પુષ્પાજંલી
જીવનભાઈ હકાણી નું સમગ્ર જીવન કવન સમસ્ત માનવ સમાજ માટે દીવાદાંડી છે પૂજ્ય સ્વામી વિષ્ણુ ચરણદાસજી ગુરૂકુળ એ પણ સરાહના કરી પુષ્પાજંલી પાઠવી જીવનભાઈ હકાણી ના સદકર્મ ની સુવાસ સુગંધી પુષ્પો ની માફક મહેકી રહી છે સૌ કોઈ સાથે સંવાદિતા થી જીવન ના અંતિમ શ્વાસ સુધી રચનાત્મક પ્રવૃત્તિ કરી મહા કર્મયોગી નો સદેશ આપી જનાર જીવનભાઈ હકાણી નું જીવન આચરણ સૌથી મોટી શ્રદ્ધાંજલિ છે હિન્દૂ મુસ્લિમ દાઉદી વહોરા ધોબી મોચી ઠાકોર સમાજ ક્ષત્રિય વણિક દલિત સહિત સદગત ને શ્રદ્ધાંજલિ આપી હતી સામાજિક સંવાદિતા ના દર્શન કરાવ્યા હતા
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756