લાઠી ખાતે મહા રક્તદાન કેમ્પ નું આયોજન

લાઠી ખાતે મહા રક્તદાન કેમ્પ નું આયોજન
લાઠી ખાતે મહા રક્તદાન કેમ્પ નું આયોજન
રક્તદાન એ મહાદાન’ ઉકિત ને સાર્થક કરતા લાઠી તાલુકા આરોગ્ય કચેરી દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં લાઠી શહેર ના રક્તદાતાઓ એ બહોળી સંખ્યા માં સ્વયંભુ રીતે ભાગ લઈ ૫૫ યુનિટ રક્તદાન કરી અનેક લોકો ની જીંદગી બચાવવા માટે પોતાનું યોગદાન આપ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર. આર. મકવાણા, ચાવંડ આરોગ્ય કેન્દ્ર ના ડો. મુકેશ સીંગ, જે બી મોકાસણા, ડો. હરિવદન પરમાર, ડો. હસમુખ સોલંકી, નયનાબેન પરમાર, નિખિલ બુદ્ધ, યાસ્મીન ખોખર, આર બી એસ કે સ્ટાફ, આરોગ્ય કાર્યકરો અને આશા બહેનો એ જહેમત ઉઠાવી આ કેમ્પ ને સફળ બનાવ્યો હતો. તેમજ આવનારા સમય માં પણ આવી રીતે રક્તદાન કેમ્પ નું આયોજન કરેલ હોય વધુ માં વધુ લોકો તેમાં ભાગ લે તેવી ડો. મકવાણા એ અપીલ કરી હતી.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756