થરાદ:નમૅદા કેનાલ માં મૃતદેહ મળવાનો શીલશીલો યથાવત

નર્મદા કેનાલમાંથી ત્રણ માસુમના મૃતદેહ અન્ય ગુમના અહેવાલ
મુખ્ય નર્મદા નહેરમાં ત્રણ બાળકનો મૃતદેહ મળ્યો જેમાં બે કલાકની ભારે જહેમત બાદ બે બાળકો મળી આવ્યા અને ફરી પાંચ કલાકની ભારે જહેમત બાદ બીજું એક બાળક મળી આવ્યું કુલ એમ ત્રણ બાળકો મળી આવ્યા.જેમાં પુરુષ અને મહિલાનો કોઈ સાર સંભાળ નથીજેમાં પોલીસ નો તપાસ નો વિષય છે*
થરાદના સણધર સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં બે બાળકો સાથે મહિલાએ જંપલાવ્યું હોવાની કોઈ સ્થાનિકે નગરપાલિકા ફાયરવિભાગને જાણ કરવામાં આવતાં પાલિકા ફાયરટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તરવૈયા સુલતાન મીર અને ફાયર ટીમે શોધખોળ હાથ ધરી હતી. બે કલાકની ભારે શોધખોળ બાદ બે બાળકોના મૃતદેહ મળી આવતા બહાર કઢાયા હતા. જ્યારે બાકીના લોકોની સતત 5 કલાક સુધી શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ ભાળ મળી ન હતી.થરાદ ફાયરટીમના તરવૈયાએ જણાવ્યું હતું કે, ફાયર કન્ટ્રોલ રૂમમાં ફોન ઉપર જાણ કરવામાં આવી હતી કે સણધર ગામના પુલ નજીક મુખ્ય નર્મદા નહેરમાં બાળકો સાથે કોઈ દંપતી પરિવારે સામુહિક આપઘાત કર્યો છે. જેમાં જાણવા મળ્યું હતું કે વાવ તાલુકાના દેથળી ગામની મહિલા અને ધરાધરા ગામના ઇસમ સાથે પ્રેમ સંબંધ હોવાથી પરણિત મહિલાએ પોતાના સંતાનો સાથે મુખ્ય નર્મદા નહેર ઉપર આવી પ્રેમી સાથે આપઘાત કર્યો હોવાનું અનુમાન જણાઈ આવ્યું હતું. આથી સ્થળ પરથી મળેલા મોબાઈલ પોલીસે જપ્ત કર્યો છે પ્રેમીયુગલની શોધખોળ હાથ ધરી છે.સામુહિક આપઘાતના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં આજુબાજુના મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. જેમાં લોકમુખે અલગ અલગ પ્રકારી વાતો થઈ રહ્યા હતી. જેથી બંને વચ્ચે ચાલી રહેલા પ્રેમ પ્રકરણમાં નિર્દોષ બાળકોના જીવ હોમી તેના પ્રેમી યુવક સાથે રફુચક્કર થઈ ગઈ હોવાની પણ આશંકાઓ સેવાઇ રહી છે. જેથી લોકો મહિલા તેમજ ઇસમ સામે ફિટકાર વરસાવી રહ્યાં છે.
રિપોર્ટ જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756