રાજકોટ માં નાગરીકોને ઘરઆંગણે વિવિધ વિભાગની સુવિધાઓ પૂરૂ પાડતું “ડિજીટલ ગુજરાત પોર્ટલ.”

રાજકોટ માં નાગરીકોને ઘરઆંગણે વિવિધ વિભાગની સુવિધાઓ પૂરૂ પાડતું “ડિજીટલ ગુજરાત પોર્ટલ.”
Spread the love

રાજકોટ માં નાગરીકોને ઘરઆંગણે વિવિધ વિભાગની સુવિધાઓ પૂરૂ પાડતું “ડિજીટલ ગુજરાત પોર્ટલ.”

રાજકોટ માં દરેક માનવીની ઓળખ જે તે વ્યક્તિના દસ્તાવેજો પરથી સરળતાથી મેળવી શકાય છે ત્યારે રોજિંદા જીવનમાં જરૂરી તમામ દસ્તાવેજો નાગરીક સરળતાથી મેળવી શકે તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા ‘ડિજીટલ ગુજરાત પોર્ટલ’ શરૂ કરવામાં આવ્યું છે. ડિજીટલ ગુજરાત પોર્ટલના કારણે આજે વિવિધ વિભાગની સુવિધાઓ નાગરીકને ઘરઆંગણે મળી રહી છે. આ પોર્ટલમાં વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, વિધવા પ્રમાણપત્ર, SEBC પ્રમાણપત્ર, જાતિનો દાખલો, લાયસન્સ રીન્યુ કરાવવું, રેશનકાર્ડને લગતી સુવિધાઓ, આવકનો દાખલો મેળવવા સહિતની અનેક સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે. રાજકોટ શહેરમાં ડિજીટલ ગુજરાત પોર્ટલ અંતર્ગત નવા રેશનકાર્ડ મેળવવા માટેની કુલ ૧૭૪ અરજીઓ, રેશનકાર્ડમાંથી નામ અલગ કરવા ૨૬૯ અરજીઓ, નામ બદલવા ૮૩૪ અરજીઓ, ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા ૫ અરજીઓ, નવા નામ ઉમેરવા ૩૬૬૩ અરજીઓ અને નામ કમી કરાવવા ૧૧૪૭ અરજીઓનો સુયોગ્ય નિકાલ કરી આપવામાં આવ્યો છે. ૧લી માર્ચથી ૨૯ ઓગસ્ટ સુધીમાં ૬,૦૯૨ રેશનકાર્ડની સેવાઓને લગતી અરજીઓનો અસરકાર રીતે નિકાલ કરવામાં આવ્યો છે. આમ ‘ડિજીટલ ગુજરાત પોર્ટલ’ મારફતે ઘરઆંગણે સેવા મળતા અનેક નાગરીકોએ સંબંધિત વિભાગની કચેરી જવું પડતું નથી અને સરળતાથી દરેક દસ્તાવેજો ઉપલબ્ધ થતાં તેમને પણ રાહત મળે છે. જે સરકારની જનતા પ્રત્યેની કર્તવ્યનિષ્ઠાના દર્શાવે છે.

 

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!