ડીસા: લવ જેહાદ ને લઈ ડીસા સ્વયંભૂ બંધ

ડીસામાં લવજેહાદ ને લઈ સ્વયંભુ બંધ રાખી રેલીમાં જોડાયા
બનાસકાંઠા જિલ્લામા આવેલ ડીસા ના માલગઢ ગામમાં લવ જેહાદ અને ધર્મ પરિવર્તનનો ભોગ બનનાર પરીવારના સમર્થનમાં હિન્દુ એકતા રેલી નીકળવામાં આવી હતી.ડીસામાં આજે લવ જેહાદ વિરોધમાં બંધનું એલાન હજારો હિન્દુઓ રેલીમાં જોડાયા હતા.ડીસામાં માળી સમાજની દીકરીને ધર્મ પરિવર્તન કરાવી લવજેહાદના કિસ્સામાં ભવ્ય વિશાલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.ડીસા સાઈબાબાના મંદિરથી નીકળેલી આ વિશાળ રેલીમાં અસંખ્ય હિન્દુ સંગઠનો વ્યાપારી મંડળો રાજકીય આગેવાનો અને અન્ય સમાજના વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.માળી સમાજમાં વીધર્મીઓ દ્વારા દીકરીને લલચાવી ફોસલાવીને ધર્મ પરિવર્તન કરાવતા હિન્દુઓનો આક્રોશ જોવા મળ્યો હતો.આજે ડીસા ધર્મ પરિવર્તન અને લવજીહાદના મુદ્દે સ્વયંભો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાની જાહેરમાં જણાવ્યું હતું કે હિન્દુ સમાજ એક સૂતેલો સિંહ છે જો એની પૂંછ ઉપર પગ મુકવામાં આવ્યો તો પંજો મારતા વાર નહીં કરે.
વિધર્મીઓ બરૂદ ઉપર બેસીને નાચવાના ખેલ બંધ કરો નહિતર આગ ભડકશે અને એના પરિણામો ભયંકર છે
ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાએ તમામ સમાજને એક બનીને આવવા અસામાજિક તત્વો અને વીધર્મીઓ સામે ખુલ્લેઆમ લડવા ની વાત કરી હતી.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756