થરાદ:ખોડા ચેકપોસ્ટ ઉપર માદક પદાર્થ ઝડપાયું

થરાદ ખોડા ચેકપોસ્ટ પરથી વાહનચેકીગ દરમિયાન ગેરકાયદેસરનો માદક પદાર્થ અફિણના રસનો જથ્થો કુલ-382 ગ્રામ કિ.રૂા.38200/ સહિત અન્ય મુદ્દામાલ કુલ રૂા.5,43,200/-ના સાથે એક ઇસમને પકડી લેવામાં થરાદ પોલીસ ને સફળતા મળી છે. નાર્કોટીક્સ ડ્રગ્સની હેરાફેરી, સંગ્રહ તથા વેચાણને ડામી દેવા સારૂ વધુમાં વધુ કેસો કરવા કડક સુચના કરેલ હોઇ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક સુ.શ્રી પૂજા યાદવ સાહેબ, થરાદનાઓના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ગેરકાયદેસરની પ્રવૃતિ થતી રોકવા અટકાવવા સતત પ્રયત્નશીલ હતી. જે અન્વયે આજરોજ ખોડા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન વોક્સ વેગન પોલો ગાડી નં.AS-01-BD-0073 માં આવી ડ્રાઇવર જગદીશ કિશનલાલ માંજુ(બિશ્નોઇ) રહે.સાંગડવા તા.ચિતલવાના જિ.જાલોર રાજસ્થાન વાળાની જાત કબજાની ગાડીમાંથી વગર પાસ પરમીટનો અને ગે.કા. રીતેનો માદક પદાર્થ અફિણનો રસ કુલ-૩૮૨ ગ્રામ કિ.રૂા.૩૮,૨૦૦/- સાથે મળી આવેલ તથા અન્ય મુદ્દામાલ કુલ કિ.રૂ.૫,૪૩,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ છે. જે નાર્કોટિક્સના જથ્થા સાથે પકડાયેલ ઇસમ વિરૂદ્ધ એન.ડી.પી.એસ.ના કાયદા મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી……………………………
*(૧) શ્રી આર.એસ.દેસાઇ પોલીસ ઇન્સપેક્ટર*
(૨) અ.હે.કો. અશોકભાઇ સજાભાઇ
(૩) અ.હે.કો ભરતભાઇ કેસાભાઇ
(૪) અ.પો.કો. પ્રકાશભાઇ ભગવાનભાઇ
(૫) અ.પો.કો રમેશભાઇ પીરાભાઇ
(૬) અ.પો.કો તેજાભાઇ રાણાભાઇ
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756