થરાદ:ઘોડાસર ગામે પુત્રએ પિતાને માર મારતાં ફરિયાદ
થરાદ તાલુકાના ઘોડાસર ગામે મારામારી ની ઘટના થતાં થરાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં પોતાના દિકરાએ પિતા ને માર મારતાં નાનાં ભાઈ એ ફરિયાદ નોંધાવી હતી.આયદનભાઈ હરજીભાઈ પટેલ અને તેમની પત્ની સોનીબેન આયદાનભાઇ તેમના હાથમાં લાકડી લઇને માર મારતાં બહેન વર્ષાને બંને જણા પીઢ કમરના ભાગે ઈજા પહોંચી હતી. જેથી તેમનાં ભાઈ અને પિતા છોડવા ત્યાં જતાં આયદાને કહેલ કે મારી ગાયો તમારા ખેતરમાં દરરોજ ચરવા આવશે. તમે જમીન ભાગ સરખા પાડયા નથી તો ગાયો ચરાવવાનો છુ તમારાથી થાય તે કરી લેજો તેમ કહેતાં પોતાના પિતાજી ને બંને જણાં માર મારતાં હોઈ છોડવવા પડતાં તેમના પિતાજીને આયદાનભાઇ લોખંડની પાઇપ ડાબા પગ ઉપર મારેલ. જેથી નાનાં ભાઈએ અને બહેને વચ્ચે પડી છોડવેલ હતા.આયદાનભાઈ એ ગાયો ચરવા રોજ આવશે. જો કાઢવા આયા તો તમને બધાને જાનથી મારી નાખવાનો છુ તેમ કહી તે બંને જણ જતાં રહેલ હતા. બહેન વર્ષાને તથા તેમના પિતાજીને માર મારેલ હોઇ દવાખાને જવાનુ હોઇ ફોન કરતાં ૧૦૮ આવતાં થરાદ સરકારી દવાખાને સારવાર કરાવવા સાંજના છ એક વાગે આવેલ હતા. ડોક્ટર સાહેબે સારવાર કરેલ હતી. માર મારનાર આયદાનભાઈ વિરુદ્ધ તેમના ભાઈ એ ફરિયાદ નોંધાવી હતી.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756