અંબાજી:સાંસદ શ્રી પરબતભાઈ પટેલના હસ્તે ખુલ્લુ મુકાશે પ્રદર્શન

અંબાજી:સાંસદ શ્રી પરબતભાઈ પટેલના હસ્તે ખુલ્લુ મુકાશે પ્રદર્શન
Spread the love

અંબાજી ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય પ્રદર્શનનું આયોજનઃ સાંસદ શ્રી પરબતભાઈ પટેલના હસ્તે ખુલ્લુ મુકાશે પ્રદર્શન

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, ક્ષેત્રિય કાર્યાલય, પાલનપુર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અંબાજી ખાતે ઇન્ટીગ્રેટેડ ક્મ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ હેઠળ ભવ્ય ફોટો પ્રદર્શન સહિત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સ્વચ્છ ભારત અભિયાન, કોવિડ રસીકરણ અભિયાન, પોષણ અભિયાન (પોષણ માહ ઉજવણી), એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન જેવા અભિયાનો અંતર્ગત વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન હાથ ધરાશે. આઝાદીની સંઘર્ષગાથા તેમજ ઉપરોક્ત વિષયોને આવરી લેતા પ્રદર્શન સહિતના આ વિશેષ કાર્યક્રમનો ઉદ્દેશ્ય લોકોમાં રાષ્ટ્રભાવનાને જાગૃત કરવાની સાથે ભારત સરકાર દ્વારા ચાલી રહેલ વિભિન્ન અભિયાનો તેમજ જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડી રાષ્ટ્રીય અભિયાનોમાં જનભાગીદારી વધારવાનો છે.
આ વિશેષ કાર્યક્રમ સાથેના ફોટો પ્રદર્શનને બનાસકાંઠાનાં સાંસદશ્રી પરબતભાઇ પટેલનાં હસ્તે 06-09-2022, મંગળવારનાં રોજ સવારે 11.30 કલાકે ખુલ્લુ મુકવામાં આવશે. અંબાજી ખાતે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની સામે મેદાનમાં આયોજિત આ પ્રદર્શન તારીખઃ06 થી 09 સપ્ટેમ્બર ચાર દિવસ સુધી જાહેર જનતા માટે વિનામૂલ્યે ખૂલ્લું રહેશે.તેમ ક્ષેત્રિય કાર્યાલય, પાલનપુરના શ્રી જે. ડી. ચૌધરીએ જણાવ્યું છે.

રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

FB_IMG_1649242969713.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!