જૂનાગઢ કલેક્ટર કચેરીની તમામ શાખાના વડાઓ સાથે સમીક્ષા બેઠક કલેકટરશ્રી રચિત રાજે કરી

જૂનાગઢ કલેક્ટર કચેરીની તમામ શાખાના વડાઓ સાથે સમીક્ષા બેઠક કલેકટરશ્રી રચિત રાજે કરી
આલેખન : પારૂલબેન
જૂનાગઢ કલેક્ટર કચેરીની તમામ શાખાના વડાઓ સાથે સમીક્ષા બેઠક કલેકટરશ્રી રચિત રાજે લીધી હતી. જેમાં RFMS : માસિક સ્થિતિની સમીક્ષા કરાઇ હતી.
૯૦ દિવસથી વધુ બાકી રહેલી કુલ અરજીઓ ૨૯ હતી. જેનો નિકાલ કરવાની સૂચના અપાઇ હતી. IRCMS કેસોની માસિક સ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં ૬ મહિનાથી વધુનો કોઈ કેસ પેન્ડિંગ નથી. ઈ-ધારામાં સમય મર્યાદા ઉપર કોઈ એન્ટ્રી બાકી ન હોવી જોઈએ તેની ખાતરી કરવા માટે સંબંધિત શાખાને સૂચના આપી હતી. NSAP માં વ્યક્તિગત ટીમોના તાલુકાવાર પ્રગતિ અહેવાલની સમીક્ષા કરી હતી. તાલુકાવાર પેન્ડન્સીની ટકાવારીની ચર્ચા કરી અને સંબંધિત ટીમને કામમાં સુધારો કરવા સૂચના આપી હતી. વિવિધ શાખાઓમાં પડતર કેસોની સમીક્ષા કરાઇ હતી. જ્યારે અન્ય વિભાગો દ્વારા વિલંબ થાય ત્યારે રીમાઇન્ડર પત્રો લખવાનું જણાવાયુ હતું. ચૂંટણી શાખાની પણ સમીક્ષા કરી હતી, શૂન્ય ફોર્મ કલેક્શન ધરાવતાં ૪૨ બૂથ, સંબંધિત બીએલઓ, સુપરવાઇઝરને કૉલ કરવા અને કામ શરૂ કરવા જણાવાયુ હતું. એવીએસએઆર એન્ટ્રીઓના દૈનિક અહેવાલની સમીક્ષા કરી અને આ અઠવાડિયા સુધીમાં પૂર્ણ કરવાની સૂચના આપી હતી.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756