થરાદ મામલતદાર દ્વારા ઈવીએમ ની માહિતી આપવામાં આવી

થરાદ મામલતદાર દ્વારા ઈવીએમ ની માહિતી આપવામાં આવી
Spread the love

વિધાનસભાની ચુંટણી નજીકમાં આવવાની છે. એટલે ભારતના ચૂંટણીપંચ અને ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી તરફથી મળેલ સુચના પ્રમાણે મતદારો જે છે તેઓ ઇવીએમ મશીન, બેલેટ યુનિટ અને વિવિપેડથી વાકેફ થાય અને મતદારે પોતાનો મત કેવી રીતે આપવો એની જાણકારી મેળવી શકે અને કંટ્રોલ યુનિટ કોને કહેવાય, બેલેટ યુનિટ કોને કહેવાય, વીવીપીએડ કોને કહેવાય, વીવીપેડમાં કેવી રીતે જે મત આપે છે એ મત એ જ ઉમેદવારને મળે છે કેમ તેની પરચી પરથી જાણી શકે તેનું માર્ગદર્શન મળી રહે એ હેતુથી હાલના તબક્કે મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે આમ જનતા માટે ઇવીએમ નિદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું છે.
મામલતદાર દિપક દરજીએ જણાવ્યું હતું કે રોજબરોજ કોર્ટ અને અન્ય નાયબ કલેકટર સહિત અન્ય કચેરીમાં આવતા અરજદારો લાભ મેળવી શકે અને પુરતી જાણકારી મેળવી શકે તેવો હેતુ છે. વધુમાં જ્યારે પણ ચુંટણી નજીક આવવાની થશે ત્યારે તેના રૂટ બનાવી દરેક જગ્યાએ સેક્ટર ઓફિસર નિમણુંક કરી દરેક રુટમાં પણ આવી રીતે મુકીને ગામેગામ નિદર્શન કરવામાં આવશે. અને લોકોને ઇવીએમ માટેની પુરતી જાણકારી મળી રહે તથા મત આપવા માટે કોઈ જાતની તકલીફ ન પડે તેવી રીતે નિદર્શન કરીને માહિતગાર કરવામાં પણ આવનાર છે.

રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG_20220907_180811.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!