વડિયા ના મોરવાડા ગામે ગણેશ પંડાલ મા અન્નકૂટ ભોગ સાથે સત્યનારાયણની કથા યોજાઈ

વડિયા ના મોરવાડા ગામે ગણેશ પંડાલ મા અન્નકૂટ ભોગ સાથે સત્યનારાયણની કથા યોજાઈ
સ્થાનિક યુવાનો અને ગામ જનો એ ગણેશ પંડાલ મા ભક્તિ ના માહોલ સાથે ગણપતિ વંદના કરી
વડિયા
અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા મથક એવા વડિયાના ગ્રામીણ વિસ્તાર એવા મોરવાડા ગામે સ્થાનિક યુવાનો અને ગ્રામજનો દ્વારા ગણેશ પંડાલ ની સ્થાપના કરવામા આવી છે ત્યારે સ્થાનિક લોકો ગણપતિ વંદના સાથે ભજન, ભોજન અને ભક્તિ મા રંગતા જોવા મળી રહ્યા છે. હાલ મોરવાડા સ્થિત ગણપતિ સ્થાપન મા ગામજનો દ્વારા ગણપતીજી ને છપ્પન ભોગ ધરી ને સત્યનારાયણ ની કથાનું આયોજન કરાયુ હતુ.જેમા મોટી સંખ્યા મા ભક્તગણ અને ગામલોકો જોડાયા હતા. સમગ્ર ધાર્મિક કાર્યક્રમ નુ આયોજન ગણેશ યુવક મંડળ ના જેન્તીભાઇ બોરડ,દર્શન બોરડ,દર્શિલ ઠુંમ્મર,દિવ્યેશ ભુવા,નિખિલ ઠુંમ્મર, નિકુંજ બોરડ દલસુખ બોરડ,મિલન કાછડીયા અને અમીત બોરડ દ્વારા જહેમત ઉઠાવી ને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો અને સમગ્ર ગામ ગણપતિ વંદના મા લિન બન્યુ હતુ.
રિપોર્ટ રાજુ કારીયા વડીયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756