ભોરોલ ગામના ગૌભક્ત દ્વારા અન્નનો ત્યાગ

સહાય માટે અન્નનો ત્યાગ કરી અન્નશન ઉપર બેસતાં જિલ્લા તાલુકાના ગૌભક્તો દ્વારા સન્માન કરાયું હતું.થરાદ તાલુકાના ભોરલ ગામના.ગૌભક્તોએ ગાયોની સહાય માટે અન્નનો ત્યાગ કરી અન્નશન ઉપર ઉતરી જતાં બનાસકાંઠા જિલ્લા તેમજ તાલુકાના ગૌભક્તો ગૌપ્રેમીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાં આવેલી ગૌશાળાઓ તેમજ પાંજરાપોળોમાં રહેલી ગાયોના નિભાવ અર્થે ગુજરાત સરકાર દ્વારા અગાઉ 500 કરોડ રૂપિયાની કરેલી જાહેરાતને મહિનાઓ વીતી જવા પામતાં ગૌશાળાઓ તેમજ પાંજરાપોળ સંચાલકોને ગૌવંશ બચાવવું મુશ્કેલ બની ગયું છે આથી બનાસકાંઠા જિલ્લાની ગૌશાળાઓ પાંજરાપોળ ના સંચાલકો સહિત ગૌપ્રેમીઓએ સહાય ચૂકવવા મુખ્યમંત્રીને રૂબરૂ રજુઆત કરી હતી આથી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે યોગ્ય નિર્ણય લેવા આશ્વાસન આપ્યું હતું .આથી હાલની પરિસ્થિતિમાં દયનિય હાલતમાં બનેલી ગાયોની વેદના નહિ જોઈ શકનારા એવા તાલુકાના ભોરોલ ગામના ગૌભક્ત ગૌપ્રેમી તેમજ હિંગળાજ ગૌશાળાના ટ્રસ્ટી રાણાભાઈ રાજપૂતે મહા સંમેલન સ્થળ ઉપર નિર્ણય કર્યો હતો કે રાજ્ય સરકારે ગાયોના નિભાવ અર્થે કરેલી 500 કરોડની સહાય ની રકમ નહિ આવે ત્યાં સુધી અન્ન નહિ લેવાનો નીર્ધાર કરતાં થરાદમાં આવેલ ધરણીધર સોસાયટી બંગલોઝ તેઓના નિવાસ સ્થાને જિલ્લા તેમજ તાલુકા માંથી ગૌભક્તો ગૌપ્રેમીઓ સહિત ગૌશાળાના સંચાલકો ગૌસેવા યુવક મંડળના હોદેદારો તેમજ રાજપૂત સમાજ અગ્રણીઓ દ્વારા ગાય માતાના સાચા સેવક એવા ગૌભક્ત રાણાભાઈ રાજપૂતનું સન્માન કરી પોતાની ગૌભક્તિને બિરદાવી હતી.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756