મોરબી પાલિકાના કર્મચારીનો સન્માન અને વિદાય સમારોહ યોજાયો

કલાર્ક તરીકે બઢતી પામેલા સુરેશભાઈ ઉટવાડિયાનો વિદાય સમારોહ તથા બઢતી મેળવેલ વિનુભાઈ ગઢવીનું સન્માન કરાયું
મોરબી : મોરબી નગર પાલિકામાં તાજેતરમાં વર્ગ 4 માંથી વર્ગ 3 માં બઢતી મેળવેલ કર્મચારીનો સન્માન સમારોહ અને વિદાય સમારોહ અત્રેના અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો હતો.
મોરબી નગર પાલિકામાં ફરજ બજાવતા વિનુભાઈ ગઢવીને વર્ગ 4 માંથી 3 માં એટલે કે કલાર્ક તરીકે બઢતી મળતા તેઓનું કર્મચારીઓ દ્વારા સન્માન કરાયુ હતું . આ ઉપરાંત સુરેશભાઈ ચકુભાઈ ઉટવાડિયાને પણ વર્ગ 4 માંથી 3માં બઢતી સાથે વય મર્યાદાના કારણે નિવૃત થતા તેઓની પાલિકાના કર્મચારી યુનિયન અને અધિક કલેકટર, એન.કે. મૂછાર, સહિતના દ્વારા ફૂલ સન્માન કરાયું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, બાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઈ અવાડિયા, ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, હેડ કલાર્ક મહાવીરસિંહ જાડેજા સહિતનાઓનું બઢતી આપવા બદલ સાલ ઓઢાડી સન્માન કરાયુ હતું. આ તકે પાલિકાન ચેરમેન ગિરિરાજસિંહ ઝાલા, અમિતભાઇ ગામી, ભગવાનજીભાઈ, સુરેશભાઈ સિરોહિયા, કે.કે. પરમાર, યુનિયનના હોદેદારો પરેશભાઈ અંજારીયા, ભાવેશભાઈ દોશી, સહિતના મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા
રીપોર્ટ :- જનક રાજા,મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756