રાજકોટ ના ITI ખાતે “પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળા’’ યોજાયો.

રાજકોટ ના ITI ખાતે “પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળા’’ યોજાયો.
રાજકોટ માં ITI ખાતે યોજાયેલ “પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળા’’ માં આશરે ૩૫૦ જેટલા ઉમેદવારની પ્રાથમિક ધોરણે પસંદગી કરવામાં આવી હતી. આ એપ્રેન્ટીસશીપ ભરતી મેળામાં રાજકોટના નામાંકિત ૧૭ જેટલા ખાનગી એકમો અને GSRTC નાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જે અન્વયે ૪૦૦ થી વધુ ઉમેદવારો પૈકી કુલ ૩૫૦ ઉમેદવારોની પસંદગી એપ્રેન્ટીસ તરીકે કરવામાં આવી હતી. એપ્રેન્ટીસશીપ ભરતી મેળાનું સફળતાપૂર્વક આયોજન રાજકોટ ITI ના આચાર્યશ્રી નિપુણ રાવલ, સાગર રાડિયા, એપ્રેન્ટિસ એડવાઇઝર સહદેવસિંહ ગોહિલ, રૂપેશ પરમાર, રવિન શુક્લા, નીતાબેન સહિતના ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમ ITI ના આચાર્યશ્રી નિપુણ રાવલની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756