થરાદ કોંગ્રેસ સમિતિ દ્વારા નાયબ કલેકટર ને આવેદનપત્ર

રાજ્ય સરકાર દ્વારા પશુધન તથા ગૌશાળા માટે બજેટમાં -500 કરોડ રૂપિયાની જાહેરાત કરેલ છે પરંતુ આજે છ માસથી પણ વધુ સમય થઈ ગયો છે પરંતુ આજ દિન સુધી દર જાહેર કરેલ 500 કરોડની ફાળવણી થયેલ નથી.સમગ્ર ગુજરાતમાં આજે લેપી વાયરસના કારણે હિન્દુ ધર્મમાં પ્રજની ગાયમાતા મરી રહી છે અને રાજ્ય સરકારે કે કેન્દ્ર સરકાર દ્વારા લેપી વાયરસ સામે ગાયોના ઈલાજ માટે સારવાર કેન્દ્ર તથા અન્ય કોઈ સુવિધાઓ ઊભી કરવામાં આવેલ નથી જેના કારણે ગાયમાતા મોતને ભેટી રહી છે તો સરકાર જો જાહેર કરેલ ૫00 કરોડની ફાળવણી ત્વરિત કરવામાં આવે તો આ લમપી વાયરસ સામે ગાયો ના બચાવવા માટે સારવાર કેન્દ્ર ઊભા કરી ગાયોનો બચાવ કરી શકાશે આ બજેટ માટે વારંવાર રજૂઆતો બદોલનો ધરણા કરવામાં આવેલ છે પરંતુ સરકાર દ્વારા આ બજેટની બાબતમાં એક પણ હકારાત્મક વલણ દેખાતું નથી. આજે ઘરાદમાં ગૌશાળાના સંચાલકો દ્વારા જ્યાં સુધી જાહેર કરેલ કરોડ બજેટને ફાળવણી ના થાય ત્યાં સુધી અન્ન નો ત્યાગ કરવામાં આવેલ છે અને અમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઍમના સમર્થનમાં આવનારા સમય ધરણા પણ કરીશું અને જરૂર પડ્યે રસ્તા રોકો આંદોલન કરી ગાયમાતા માટે જાહેર કરેલ 500 કરોડ આપવા માગણી નાયબ કલેકટર ને કરી છે.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા (થરાદ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756