જામનગર શહેરમાં ટ્રક ચાલકે વીજતંત્રના થાંભલાને ઠોકરે ચડાવતાં વિજ વિક્ષેપ સર્જાયો

જામનગર શહેરમાં ટ્રાફિકથી અતિ ધમધમતા એવા દાંડિયા હનુમાન મંદિર સામેના રોડ પર એક ટ્રક ચાલકે વીજતંત્રના થાંભલાને ઠોકરે ચડાવતાં વીજ પોલ બેવડા વળીને માર્ગ પર લટકું લટકું બની ગયા હતા. જે જોખમી વીજ થાંભલાને દૂર કરવા માટે વિજ તંત્ર દોડતું થયું હતું, અને ગણતરીની મિનિટોમાં જ પોલીસની મદદથી વાહન વ્યવહારને અટકાવીને સમારકામની કામગીરી હાથ ધરી લઈ વીજ પુરવઠો પૂર્વવત બનાવ્યો હતો.
જામનગરમાં દાંડિયા હનુમાન મંદિર ની સામે અને જી.જી. હોસ્પિટલના મેઇન ગેઇટની સામેના ભાગમાં આવેલા વીજપોલ સાથે ગઈકાલે બપોરે ૩.૩૦ વાગ્યાના અરસામાં એક ટ્રક ટકરાઈ ગયો હતો, અને વીજપોલ બેવડા વળી ગયા હતા. અને ઇલેક્ટ્રીકના જીવંત વાયરો સાથે માર્ગ પર લટકી રહ્યા હતા. જેથી આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો, અને ભયનો માહોલ સર્જાયો હતો.
ટ્રાફિકથી ધમધમતા એવા વિસ્તારમાં વીજ તંત્ર દ્વારા સમારકામની કામગીરી ઝડપભેર આગળ ધપાવી લેવામાં આવી હતી. લોખંડના બે વીજ પોલ માર્ગ પર બેવડા વળીને લટકી રહ્યા હોવાથી ટ્રાફિક શાખાની મદદ લઈ તેટલા વિસ્તારનો વાહન વ્યવહાર કન્વર્ટ કરાયો હતો, અને પીજીવીસીએલ સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન ની કચેરીના નાયબ ઇજનેર અજય પરમાર, જુનિયર ઈજનેર એચ.એમ. જોશી તથા અન્ય ૧૦ જેટલા કર્મચારીઓની ટીમ યુદ્ધના ધોરણે કામે લાગી હતી, અને માત્ર ૪૦ મિનિટમાં જ ફેબ્રિકેશન સહિતનું કામ હાથ ધરીને બેવડા વળી ગયેલા વીજ પોલને જુદા પાડી લીધા હતા, અને સમગ્ર વીજ તાર વગેરે અન્ય પોલ પર ટ્રાન્સફર કરી દઈ આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો પૂર્વવત બનાવી દીધો હતો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756