ડાંગ જિલ્લા પંચાયત માં ચીંચલી માર્ગ રીપેર ન થતા નારાજગી.

ડાંગ જિલ્લા પંચાયત માં ચીંચલી માર્ગ રીપેર ન થતા નારાજગી.
ડાંગ14-09-2022 ડાંગ જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ ચીંચલી ગામે ફળિયાઓનાં માર્ગો ખખડધજ થતા રીપેર કરવા માટે તાલુકા સદસ્ય દ્વારા જિલ્લા બાંધકામ શાખાને અરજી આપી હતી.પરંતુ અરજીને મહિનો થઈ ગયો હોવા છતાય રસ્તાઓ રીપેર ન થતા આગેવાનોમાં નારાજગી વ્યાપી જવા પામી છે.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ચીંચલી ગામે મેઈન રોડથી નિશાળ તરફ જતા આંતરીક માર્ગ પર ખાડાઓ પડી જતા આ માર્ગ ભયજનક બનવા પામ્યો છે.જે પરિસ્થિતિમાં આ માર્ગ પરથી પસાર થતા બાળકો અને વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે.રસ્તો રીપેર કરવા માટે ચીંચલી તાલુકા સદસ્ય વિજયભાઈ ચૌધરી દ્વારા જિલ્લા પંચાયતનાં બાંધકામ શાખાને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી.જે અરજીને હવે એક મહિનો થવા છતાંય આ રસ્તાનુ રીપેર કામ ન થતા ચીંચલી ગામનાં આગેવાનો રોષે ભરાયા છે.
રિપોર્ટ.સંજય ગવળી.ડાંગ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756