થરાદ માં રોડ તોડી થતાં દબાણ અટકાવવા માંગ ઉઠી

થરાદ માં રોડ તોડી થતાં દબાણ અટકાવવા માંગ ઉઠી
Spread the love

થરાદ ડીસા હાઈવેથી નાનીપાવડ થી આગળ જતા ગામડાઓમાં રોડ ઉપર વજેગઢ ગામના સર્વે નં.૭૫ પૈકી માં આ કામના સામાવાળા ઓએ કાયદેસરના રોડને તોડી તેમાં દબાણ કરી રહયા છે. ગ્રામ જનોએ મૌખિક રજુઆત કરતા આ લોકોએ કોઈ વાત માનેલ નથી અને ડામર રોડ તોડીને બાધકામ કરી રહયા છે. રસ્તો વર્ષો જુનો પાકો ડામર રોડ આવેલો છે. બાપ દાદા વખતથી આ રસ્તે ચાલ્યા આવિએ છીએ હાલમાં આ રોડ ઉપર ૧૦ જેટલી સોસાયટી ઓ આવેલ છે. લોકો પરીવાર સાથે રહે છે રસ્તો તોડીને બાધકામ કરવામાં આવશે તો રોડ માં બાધકામ કરવામાં આવશે તો રસ્તો સાકડો થઈ જશે અને લોકો ને રસ્તામાં ચાલવામાં મોટી તકલીફ થઈ શકે તેમ હોઈ વળી રસ્તો સાકડો થઈ જવાથી એક બિજા સાધનને સાઈડ લેવામાં પણ તકલીફ પડે તેમ છે. અને અકસ્માત થવાની પુરેપુરી સંભાવના રહેલી છે. રસ્તા ઉપર વજેગઢ, મલુપુર, નાનીપાવડ તેમજ સણાવિયા ગામથી આગળના લોકો ચાલતા હોઈ સતત વાહનનોની અવર જવર ચાલુ રહે છે. વળી આ રસ્તા ઉપર માધ્યમિક હાઈસ્કુલ પણ આવેલી હોઈ વળી ત્યાથી વિધાર્થીઓ ની સતત અવર જવર ચાલુ હોઈ તેમજ પ્રાથમિક શાળા વજેગઢ ગામમાં આવેલ હોઈ બાળકોને ભણવા જવામાં રસ્તો સાકડો થઈ જવાથી અકસ્માત થવાની પુરેપુરી સંભાવના રહેલી છે. અને અમારે ભરપાઈ ના થઈ શકે તેવું મોટું નુકશાન થવાની સંભાવના પુરેપુરી રહેલી હોઈ આમ જનતાને મોટું નુકશાન ભોગવવાનો વારો આવે તેમ હોઈ અમારૂ વાહન વ્યવહાર ખોરવાઈ જાય તેમ હોઈ પ્રજાના જાહેર હિતમાં આ રસ્તામાં બાધકામ થતું અટકાવવામાં આવે તેવી માંગણી નાયબ કલેકટર થરાદ પાસે કરી હતી.

રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20220914-WA0018.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!