થરાદ આપ દ્વારા શહીદ સૈનિકોના સમર્થનમા આવેદનપત્ર

માજી સૈનિકો માંગણીઓ સ્વીકાર કરીને શહીદ કાનજીભાઇ ન્યાય આપવા બાબતે થરાદ આપ દ્વારા અપાયું આવેદન પત્ર
થરાદ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત રાજ્યના માજી સૈનિક સંગઠન દ્વારા તેઓની 14 જેટલી માંગણીઓ માટે શાંતિપૂર્વક કાર્યક્રમ કરી આંદોલન કરી રહેલ છે. શાંતિ પૂર્વક આંદોલન ઉપર સરકારે પોલીસ દમન કરાવતા કાનજીભાઈ માંથેલીયા નામના પૂર્વ સૈનિક શહીદ થયેલ છે.
જેમાં સૈનિકોની માંગણીઓ.
માજી સૈનિક સંગઠન ની તમામ14 માંગણીઓ સ્વીકારી લેવામાં આવે અને જલ્દી આંદોલનનો સંતોષકારક ઉકેલ આવે એવી કામગીરી કરવામાં આવે.
શહીદ કાનજીભાઈ માંથેલીયા પરિવારને એક કરોડ રૂપિયા શહીદ સન્માન રાશિ ચૂકવવામાં આવે.
સમગ્ર ઘટનાની હાઇકોર્ટ ના નિવૃત્ત જજ પાસે જ્યુડીશિયલ તપાસ કરવામાં આવે.
દેશની રક્ષા કરનાર વીર સૈનિકોએ અને શહીદના પરિવાર જનોએ રસ્તે ઉતરી આંદોલન કરવું પડેતે ખૂબ જ દુઃખદ ઘટના છે સરકાર ઉપરોક્ત તમામ માંગણીઓ ઉપર જલદીથી નિર્ણય કરે તેવી અપેક્ષા રાખી માંગ કરી હતી.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756