થરાદ તાલુકા કચેરીમાં અભણ લોકો ને ધરમ ધક્કા

થરાદ નાં સરકારી કચેરીઓમાં ધક્કા ખાતા અભણ ગરીબ ખેડૂતો ને અધિકારી દ્વારા કામગીરી નાં કરી આપતા અભણ ખેડૂતો હેરાન થતા જોવા મળે છે. મૌન એ જીવન નું અણમોલ સુવિચારો નું સંગમ સમજાયું પરંતુ આજે તાલુકા પંચાયત માં વહીવટી કામગીરી માં એક કાકા ઉંમર લાયક જેઓની અશકતિ,ઝંખાપો જીવન માં જરૂરી સરકારી યોજનાકીય લાભો મેળવવા માટે અનુસુચિત જનજાતિ નો પ્રમાણપત્ર મેળવવા માટે આ કાકા દસેક દિવસ થી કચેરી ઓનાં ધક્કા ખાય છે તડકો, છાંયડો વગર કાકા થરાદ તાલુકા પંચાયત માંથી કે મામલતદાર કચેરીમાં જાઓ , મામલતદાર કચેરીમાંથી કહે કે ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા પંચાયત માં જાઓ પરંતુ આ કાકા ને હજીયે દાખલો મળ્યો નહીં એક માનવતા નાં તરીકે મદદરૂપ થવા લાગ્યા એવામાં તાલુકા પંચાયત માં વહીવટી કામગીરી કરતા ભગોરા ભાઈ સાહેબ કહે તમારે માહિતી આપવી નહી નહીંતર તમારા છોકરા ના દાખલા માં સહી કરી આપીશું નહી આ કેવો અધિકારી નો વ્યવહાર કહેવાય તેવી ચર્ચા થઈ રહી છે. બંધ મોઢે બહાર જાઓ આ લોકશાહી નહીં પરંતુ એક પોતાની જવાબદારી સમજીને કામ કરવું નથી એક સુટ બુટ માં તૈયાર થઈને આવતા લોકો ને મહદ અંશે કાગળો જોઈને સહી કરી આપે છે પરંતુ આવા ગામડા ગામના વ્યક્તિ ને પીડા કદાચ ભારતીય ન્યાયતંત્ર ના ચોથા સ્તંભ થી ન્યાય મળે તેમજ અભણ લોકો ને પડતી મુશ્કેલી નું જવાબદાર અધિકારી ઓ ઝડપી નિરાકરણ લાવી આપે એવી લોક માંગ ઉઠી છે.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756