રાજકોટ જીલ્લામાં અમૃત સરોવરો તથા નલ સે જલમાં ૧૦૦% કામગીરી પૂર્ણ.

રાજકોટ જીલ્લામાં અમૃત સરોવરો તથા નલ સે જલમાં ૧૦૦% કામગીરી પૂર્ણ.
રાજકોટ : કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય તેમજ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયની ટીમે રાજકોટની મુલાકાત લઈને વિવિધ પ્રોજેક્ટસની સમીક્ષા કરી હતી. જેમાં રાજકોટ જીલ્લામાં અમૃત સરોવરો તથા નલ સે જલ યોજના અંતર્ગત ૧૦૦% કામગીરી થઈ હોવાનું જાણીને કેન્દ્રની ટીમે સંતોષ વ્યક્ત કર્યો હતો. રાજકોટ જીલ્લામાં હાલ વિવિધ વિકાસકાર્યો અને યોજનાનો અંગે કામગીરી ચાલી રહી છે. જેમાં સિંચાઈ, વોટરશેડ, માઈનોર ઈરિગેશન, સુક્ષ્મ સિંચાઈ, જંગલ વિભાગ તેમજ અમૃત સરોવરોની કામગીરીની સમીક્ષા માટે આજે કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રાલયના નાયબ સચિવશ્રી ધનંજય કુમાર તથા કેન્દ્રના જલશક્તિ મંત્રાલયના સાયન્ટીસ્ટશ્રી એમ.પનીર ટીમ સાથે આવ્યા હતા. કેન્દ્રની ટીમે જીલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુ, જીલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી તેમજ પાણી પૂરવઠા વિભાગ, વાસ્મો, સિંચાઈ વિભાગ, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વન વિભાગ વગેરે વિભાગોના વરીષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જીલ્લામાં વિવિધ કામગીરી અને યોજનાઓના અમલનો ચિતાર મેળવ્યો હતો. જીલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુએ પ્રેઝેન્ટેશન સાથે જણાવ્યું હતું કે, રાજકોટ જીલ્લામાં ૨૦ અમૃત સરોવરોના નિર્માણની કામગીરી ૧૦૦% પૂર્ણ થઈ ચૂકી છે, તેમજ નલ સે જલ યોજના અંતર્ગત જીલ્લામાં ૫૯૯ ગામોમાં ૧૦૦% કામગીરી થઈ છે. જીલ્લાના આ ગામોમાં કુલ ૩,૧૦,૯૧૧ ઘરો છે અને તમામ ઘરોમાં નળ કનેક્શન આપવામાં આવ્યા છે. યોજનાકીય કામોમાં રાજકોટ જીલ્લા વહીવટી તંત્રની કામગીરી જોઈને કેન્દ્રની ટીમે સંતોષ વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756